________________
(૪૮)
જ્ઞાની અને જ્ઞાનીની નિશ્રાથી પણ ચારિત્રની પાલના થઈ શકે છે. એટલે શાસ્ત્રના જ્ઞાન વગર જ્ઞાનીની નિશ્રાએ ૫ણું ચારિત્ર પાળી શકાય છે. પણ અવિરત રહેલો હોય અને વીતરાગની પણ નિશ્રા લે તે પણ એ ચારિત્રવાળે ગણાય નહિ.
પ્રશ્ન ૧૧૦-શું અહિંસાદિક પાંચે મહાવતે બધા દર્શનકાર માને છે? સમાધાન–શ્રી હરિભસુરીશ્વરજી મહારાજ અષ્ટકમાં “ તા યમરોય ઇત્યાદિ શ્વેકથી સર્વ દર્શનકારે સામાન્યતઃ અહિંસાદિક પાંચે મહાવત માને છે એમ જણાવે છે. અને તેથી જ ધર્મબિન્દુમાં તેને સાધારણ ગુણે કહ્યા છે. કોઈ પણ દર્શનકારને તે અહિંસાદિ સંબંધમાં વિરોધ નથી.
પ્રશ્ન ૧૨-શું પાંચ આશ્રવના ત્યાગમાત્રથી જ સાધુપણું કહી શકાય?
સમાધાન–પાંચ આશ્રવના ત્યાગમાત્રથી સાધુપણે જૈનદર્શનકાર સ્વીકારતા નથી. મહાવતેની સાથે અષ્ટપ્રવચનમાતાનું પાલન, ગુરુકુલવાસ, ઈચ્છાકારાદિ સમાચારીનું પાલન હેય તે જ સાધુપણું ગણાય છે. આથી તે કંઈ તિય ને અનશન કરનારા મનુષ્ય જે સર્વ પાપસ્થાનેના પચ્ચખાણ કરે છે, છતાં ત્યાં ચારિત્ર તે મનાતું જ નથી.
પ્રશ્ન ૧૨૨–તિર્યંચે વધારેમાં વધારે વિરતિમાં કેટલી હદે પહોંચી શકે અને કયા દેવલેક સુધી જઈ શકે?
સમાધાન–જાતિસ્મરણ પામેલા કે જ્ઞાનીઓથી બેધ પામેલા તિર્યંચે પાંચ મહાવ્રત ઉચ્ચરવા સુધી વિરતિ પામી જાય છે. અને પ્રભુમાર્ગની આરાધના કરીને ઉત્કૃષ્ટથી આઠમા દેવલેક સુધી જઈ શકે છે.
પ્રશ્ન ૧૨૩–સમ્યગદષ્ટિ ગુણઠાણામાં રહેલ અવિરતબાવક કાલધર્મ પામી કયાં જાય?