________________
(૫૯)
સમાધાન–શાસ્ત્ર અને વ્યવહારના બાધે તેને ભેળવીએ નહિ. પણ તેના માટે અલગ મંદિર વગેરેની વ્યવસ્થા કરી શકાય.
પ્રશ્ન ૧૫૦ યુરોપીયન, મુસલમાન વિગેરે દેહરામાં આવે છે તે ગ્ય છે કે કેમ?
સમાધાન–અંત્યજોની માફક તેઓનું પણ ઉચ્ચવર્ણવાળા માટે બનેલ જૈનમંદિરમાં આવવું ઈષ્ટ નથી, પણ રાજ્યસત્તાદિ કારણે આપણે તસંબંધી વધારે પ્રતિબંધ કરી શકતા નથી.
પ્રશ્ન ૧૫૧–લૌકિક અને લેકેત્તર દ્રષ્ટિમાં ભેદ છે?
સમાધાન આ લેક કે પર લેક સંબંધી સુખની ઈચ્છા કે કુદેવ, કુગુરુ કે કુધર્મથી કે તેવામાંથી કલ્યાણની ઈચ્છાથી જે કાર્ય તે બધું લૌકિક ગણાય અને આત્મકલ્યાણની ઈચ્છા કે સુદેવ, સુગુરૂ ને સુધર્મની સાચી માન્યતાથી થતાં કાર્યો તે લકત્તર દષ્ટિમાં ગણાય. .
પ્રશ્ન ૧૫ર–પ્રભુમાર્ગની આરાધનાને મેક્ષ દેનાર માનવા છતાં તે આરાધના લૌકિક ઈચ્છાએ કરે તે ક્ષેત્તર મિથ્યાત્વ ખરું કે નહિ ?
સમાધાન–ભગવાન શ્રી નેમિનાથે ફરમાવેલ દ્વારકાના દાહની ભાવી આગાહીને અંગે તે ઉપસર્ગ ટાળવા ક્ષાયિક સમ્યકત્વવાળા શ્રી કૃષ્ણ મહારાજે તપસ્યાદિ કરવા ફરમાવ્યું હતું, ને એ તપ વગેરે આફતથી બચવા માટે જ હતું. ત્યાં તેને મિથ્યાત્વ ગણ્યું નથી, માટે સુદેવાદિની શ્રદ્ધાવાળાને તે કાર્યમાં મિથ્યાત્વ કહી શકાતું નથી.
પ્રશ્ન ૧૫૩–રાવણ વિગેરેએ દેવદેવીઓની આરાધના કરી તે મિથ્યાત્વમાં ગણાય કે નહિ? અને ચાલુ દેશીય પ્રવૃત્તિમાં ઉપવાસ વિગેરે કરે તે મિથ્યાત્વ ગણાય કે કેમ?
સમાધાન–તે વખતમાં તે મિથ્યાત્વ નહોતું, કારણ કે તેઓ શ્રદ્ધાવાળા હતા ને જૈનશાસનની જાહોજલાલીવાળી તેમ જ સત્ય