________________
(૬૩) પ્રશ્ન ૧૬૪–અંત્યજ-સ્પર્શની બાબતમાં જૈનદર્શનની શી માન્યતા છે ? શ્રી મલયગરિજી મહારાજકૃત નંદીની વૃત્તિમાં ૧૭૨મા પાને ઉલ્લેખ છે કે લેકમાં જે સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા છે તે કાલ્પનિક છે, પારમાર્થિક નથી. આની સામે કયા શાસ્ત્રીય પ્રબળ પુરાવા છે ? કદાચ કહેવામાં આવશે કે આ ઉલ્લેખ નિશ્ચય કે દ્રવ્યાર્થિક દૃષ્ટિથી છે, પણ ત્યાં વ્યવહાર દૃષ્ટિથી માને તે એની સામે, અંત્યજસ્પર્શ ન થાય એ વાતની સાબિતીમાં પ્રબલ પુરાવા ક્યા છે?
સમાધાન–શ્રીનન્દવૃત્તિમાં સ્પર્શની વ્યવસ્થા “પારમાર્થિક નથી” એવા કથનને અર્થ વ્યવહારથી' છે એ છે, અને પાળી શકાય તેટલા પૂરત જ તેને ભાવાર્થ-અંત્યજ ચાલે છે તે ભૂમિ પર ચાલ્યા વિના છૂટકો નથી. તેના મુખમાંથી નીકળેલા ભાષાવર્ગણાના પગલે સંભળાવાના જ છે, જે તે માથે ટોપલે ઉપાડીને જતા હોય અને તેમાં ફૂલ હોય તે તેની ગંધ આવવાની જ વિગેરે જેમાં વ્યવહારનું પાલન અશક્ય છે તેટલા પૂરતું જ એ કથનનું તત્ત્વ છે. એથી તેવાની સાથે સ્પર્શ કરવાની કે વ્યવહારની ટને પુષ્ટિ મળતી નથી. અર્થદીપિકા તથા અષ્ટકમાં સ્પષ્ટ પ્રમાણે છે ને તે સર્વે વ્યવસ્થામાં શરીરને લેકની અપેક્ષામાં માન્ય છે. તેમાં ભક્ષ્યાભઢ્ય ને શુચિઅશુચિની વ્યવસ્થાનું નિરૂપણ છે. દીક્ષા જેવા મોક્ષમાર્ગમાં પણ અસ્પૃશ્યતાને દોષ જણાવીને શાઍ અંત્યજ માટે ચારિત્ર દેવાનો નિષેધ કર્યો છે, માટે અસ્પૃશ્યતાને જૈનશાસ્ત્ર માનતું નથી એમ કહેવું તે સત્યથી વેગળે જ છે. “દાળ @ત્તિો દે” એ વિગેરે વાક્યો પણ જેઓએ જેવાં જેવાં કાર્યો કર્યા તેવા તેવા કાર્યોથી તે તે જાતે થઈ એમ જણાવે છે. તેવા વાક્યોથી અધમ કાર્યો કરવાથી અધમ, યાવત અસ્પૃશ્ય ગણુયેલાઓ ઉત્તમ કે સ્પૃશ્ય થાય તેવું કઈ શાસ્ત્ર કહેતું નથી. અધમતાની પરાકાષ્ઠાથી જ અસ્પૃશ્યતા જન્મી છે નીચ ગોત્ર ને નીચ કુળની પરાકાષ્ઠા જ અસ્પૃશ્યતા છે. આર્યક્ષેત્રમાં આવેલા ને પૂર્વભવના મદ કરનારા માટે અસ્પૃશ્યતાની વાત સ્પષ્ટપણે શાસ્ત્રકારોએ જણાવેલી છે.