________________
(૭૦)
સમાધાન-પરમાધામીએ ભવ્ય છે. તેઓ મરીને અગલિક નામના મનુષ્ય થાય છે. ત્યાં પરમાધામીને અધિકાર પ્રકાશ આદિ ગ્રંથથી જાણ લે.
પ્રશ્ન ૧૮૪– શ્રી મલ્લીકુમારી શ્રી મલ્લીનાથ નામે તીર્થકર થયા તેમની વૈયાવચ્ચ આદિ સાધુ કરે કે સાધ્વી ? અને સાધુસાધ્વીઓ વંદન કેવી રીતે કરે ?
સમાધાન–શ્રી મલ્લીનાથ મહારાજની સેવા શુશ્રુષા સાધ્વીઓ કરે, સાધ્વી નજીકમાં રહીને વંદન કરે પણ સાધુઓ તે યોગ્ય અવગ્રહમાં ( દૂર) રહીને જ વંદન કરે.
પ્રશ્ન ૧૮૫–શ્રી મલ્લીનાથ મહારાજની પર્ષદાની બેઠક બધા તીર્થકરોની જેમજ હેય કે ફેરફાર ખરે?
સમાધાન શ્રી મલ્લીનાથજીની પર્ષદાની બેઠક પણ બધા તીર્થકરોની જેમજ હોય, એમાં ફેરફાર હેય નહિ.
પ્રશ્ન ૧૮૬–પહેલી પિરિસીએ શ્રી તીર્થંકર મહારાજ દેશના આપે અને બીજી પરિસીએ શ્રી તીર્થકર મહારાજના પાદપીઠ ઉપર બેસીને ગણધર મહારાજ દેશના દે. શ્રી મલ્લીનાથ તીર્થકર ત્રીવેદે હોવાથી ગણધર મહારાજ પાદપીઠ ઉપર બેસે તે નિરીકા” નામની ત્રીજી વાડ (સ્ત્રો જે આસને બેઠી હેય તે આસને બ્રહ્મચર્ય ધારણ કરનાર પુરૂષ બે ઘડી પછી બેસે અર્થાત બે ઘડી પહેલાં ન બેસે એ ત્રીજી વાડ) સચવાય નહિ માંટ ગણધર મહારાજ પાદપીઠ ઉપર બેસીને દેશના દે કે કેમ ?
સમાધાનશ્રી તીર્થકરોને અને ગણધરને તથા પ્રકારને કલ્પ હોવાથી તીર્થકરના પાદપીઠ ઉપર બેસીને ગણધર મહારાજ બીજી પિરિસીએ દેશના દે એમાં ત્રીજી નિષદ્યા (આસન) નામની વાડને બાધ આવતું નથી, એક વાત. બીજી વાત એકે–પાદપીઠ (પગસ્થાપન કરવાને