________________
(૭૭)
તેમજ બીજી સગવડની પહેલેથી જ ગોઠવણની જરૂર પડે છે. તેવી રીતે સંવર, નિર્જરાના ધ્યેય વગરના લેકે પુણ્યરૂપ વળાવાની ઝંખના કરે છે.
પ્રશ્ન ૨૧૦–અજ્ઞાનતાથી લીધેલી દીક્ષામાં લાભ શે ?
સમાધાન-અજ્ઞાનતાથી ગેળ ખાય તે પણ ગળે લાગે, અણસમજથી ઝેરને તિલાંજલી આપે તે છે, તેવી રીતે અજ્ઞાનતાથી પણ કલ્યાણકારી દીક્ષા જરૂર ફાયદો કરે છે.
પ્રશ્ન ૨૧–દુઃખગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય અને તેનું નિરૂપણ ક્યા શાસ્ત્રમાં છે ?
સમાધાન-પુત્ર, પતિ આદિના મરણથી, કે તેવા અનિષ્ટ સંગથી, વિખવાદપૂર્ણ, આત્મહત્યાદિ કરાવનાર, કર્મક્ષયની બુદ્ધિ વિનાને વૈરાગ્ય તે દુઃખગભિત કહેવાય. ને તેનું સ્વરૂપ શ્રી હરિભદ્રસુરિજીના અષ્ટકમાં તથા શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં દભત્યાગના અધિકારમાં વર્ણન છે.
પ્રશ્ન ૨૨–અઢી દ્વીપમાં જ્યારે માણસે સંખ્યાતા છે, ત્યારે અસંખ્યાતા મોક્ષે ગયેલાવી ગણત્રી કઈ રીતે ?
સમાધાન–પેઢીની પરંપરાએ ગણવાથી. અર્થાત્ આદધર્મપ્રવર્તક ભગવાન ઋષભદેવથી માંડીને અત્યાર સુધી થયેલા માણસની પેઢી પરંપરાથી ગણત્રી કરીએ તે તે પેઢીઓ ને મનુષ્ય અસંખ્યાતા થઈ જાય છે.
પ્રશ્ન ૨૧૩–જાવજીવ શેરડી ત્યાગ હોય તે તે વરસીતપનાં પારણે શેરડીને રસ વાપરે કે નહિ ? અગર શું વાપરે ?
સમાધાન–સાકરનું પાણી વાપરે, શેરડીને રસ ન વાપરે.
પ્રશ્ન ૨૧૪–એકને નુકશાન થાય, પણ તેને ફાયદો થાય તે કરાય? કે એકને ફાયદો થાય અને તેને નુકશાન થાય તે કરાય?