________________
(૭૬)
પ્રશ્ન ર૦૬–દિગમ્બરની માન્યતા શી છે ? અર્થાત મુખ્યતયા ભેદ શું છે?
સમાધાન-દિગમ્બરની મુખ્ય માન્યતા એ છે કે સ્ત્રીને સ્ત્રીલિંગ પણામાં સિદ્ધિ નથી, કેવલી આહાર કરે નહિં, દેશનાને વનિ માત્ર માને છે, શાસ્ત્રોમાં વર્તમાન તીર્થકર કે ગણધરનું કાંઈ નથી, એમ માને છે. ઉપકરણ માનતા નથી, અર્થાત ઉપકરણને અધિકરણ માને છે.
પ્રશ્ન ૨૦૭ – સમ્યકત્વ પછી નવકારમંત્ર ગણે તો કેટલા સાગરોપમ તૂટે. અને સમ્યકત્વ વગર ગણે તે કેટલા સાગરોપમ તૂટે?
સમાધાન-સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી.
પ્રશ્ન ૨૦૮–મેક્ષના ધ્યેયથી થતું ચારિત્ર ભાવ-ચારિત્રજ છે. પણ પદ્ગલિક ઈચ્છા આવી જાય તો શું ભાવ-ચારિત્ર નથી ?
સમાધાન-આત્મકલ્યાણનું ધ્યેય ચૂકીને જે પિલિક ઈચ્છા થાય તે તે દ્રવ્ય-ચારિત્ર કહેવાય, મેક્ષમાર્ગને ધ્યેયથી આહાર, ઉપાશ્રય, ઉપધિ, વિગેરેની ઈચ્છાએ અગર તપસ્યાદિક કરીને શરીર-સંધ આદિના રક્ષણ માટે કરાય તે દ્રવ્ય-ચારિત્ર કહેવાય નહિ.
પ્રશ્ન ૨૦૦-શું પુણ્ય એ વસ્તુતઃ વળાવારૂપ છે, અને જો વળાવારૂપ હોય તે ઝંખના કરવી તે સ્થાને છે?
સમાધાન–મેક્ષના ધ્યેયવાળો સંવર-નિર્જરા માટે નિરંતર ઉદ્યમી હોય, તેને યોગ્ય પુણ્યપ્રકૃતિ આપોઆપ આવે છે, રાજાને સંધ નીકળે એમ સાંભળીને જેમ લેકે ગામેગામ સગવડ કરે અને સર્વસંરક્ષણ વગર માગે મળે.
મેક્ષના દયેય વગરના તથા મેક્ષની લાયકાત વગરના ભવ (દેવતા, નારકી વિગેરે)માં રહેલા જીવોને મનુષ્યપણુદિકના કારણભૂત પુણ્ય પ્રકૃતિની ઝંખના જરૂરી છે. જેમ નજીવા માણસના સંધમાં વળાવા,