________________
(૬૯)
સમાધાન–તીર્થંકર પદવીમાં થતા સત્કાર-સન્માનની ઈચ્છાએ વીસસ્થાનકને આરાધનાર જીવ તીર્થકર થઈ શકતું જ નથી. પૂજાની ઇચ્છાએ વીસસ્થાનકની આરાધનાને શાસ્ત્રકાર નિયાણું ગણે છે તીર્થકર તેજ વીસસ્થાનકને આરાધનાર થઈ શકે કે જે સમ્યગદર્શનયુક્ત હોય, તીર્થકર પદવીમાં થતી દેવપૂજા આદિની ઈચ્છા વગરને હેય, અને સવિ છવ કરૂં શાસન (સંયમ) રસી' એ એકજ ધ્યેયબિન્દુ ધરાવનાર હેય; તમામ જીવોને સંયમમાર્ગે દોરું, મોક્ષમાર્ગ પ્રત્યે પ્રયાણ કરનારને સહાય કરે એ ભાવનાવાળે, એટલે મેક્ષ પ્રત્યેજ જેની સાધ્યદષ્ટિ હેય તેજ આરાધક તીર્થ કર થઈ શકે છે.
પ્રશ્ન ૧૮૨–ગણધરદેએ ગુંથેલી (રચેલી) દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ઉપર તીર્થંકર મહારાજને સિક્કો છે એમ શા ઉપરથી માનીએ?
સમાધાન–શ્રી જિનેશ્વરે સર્વ ઘાતકમનો ક્ષય કરી કેવલજ્ઞાન પામીને જે વખતે ઉપદેશ આપે છે તે વખતે જે છ ગણધર થવાના હોય તે એકદમ ઉજમાળ થઈને ભગવાન પાસે ચારિત્ર લે છે અને તે જ વખતે શ્રી તીર્થકરે ગણધરને ત્રિપદી કહે છે, તે પામીને ગણધરનામકર્મના ઉદયથી તેઓને એવી રીતને અદ્વિતીય ક્ષયોપશમ થાય છે કે જેથી તેઓ અંતર્મુહૂર્તમાં બાર અંગ અને ચૌદ પૂર્વેની રચના કરે છે, એ રીતે ચૌદપૂર્વ અને દ્વાદશાંગીની રચના થયા પછી તીર્થકો ઉભા થઈ હાથમાં વાસની મુઠી ભરીને અનુજ્ઞા કરે છે, અને તે અનુણારૂપ ક્રિયાજ તીર્થંકર મહારાજને સિક્કો છે. જે એમ ન હોય અને રચનામાં એક અક્ષર, માત્રા કે હવદીર્ધની પણ ભૂલ રહી હોય તે, શ્રી જિનેશ્વરે કેવલજ્ઞાની છે, તેમનાથી કંઈ પણ છાનું રહેતું નથી માટે તેઓ તરત ભૂલ સુધારવાનું કહી દે. સદંતર ભૂલ વગરની રચના હેય તેજ અનુજ્ઞારૂપી સિક્કો તેઓ મારે.
પ્રશ્નો ૧૮૩–પરમાધામી દેવતાઓ ભવ્ય છે કે અભવ્ય ? અને તેઓ ઍવીને કઈ ગતિએ જાય ?