________________
(૬૮)
સમાધાન–જેમ ઈગ્લાંડ વગેરેથી આવેલા વાયરલેસ-ટેલીગ્રાફને સંદેશે માતર આપણને જણાવે છે, (પહોંચાડે છે, તેવી જ રીતે તીર્થકરદેએ પાઠવેલા શાસ્ત્રરૂપ સંદેશ પણ મુનિરૂ૫ માસ્તરે સંભળાવે છે.
તે
પ્રશ્ન ૧૭૯–અભવ્ય પાંચ પરમેષ્ઠિને માને કે કેમ?
સમાધાન–અવ્યજીવ અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ આ ચાર પરમેષ્ઠિને પ્રત્યક્ષ છે માટે કદાચ માને, પણ સિદ્ધ (મેક્ષ) પદ પ્રત્યક્ષ નથી, તેથી સિદ્ધપદને તે માટે જ નહીં, કેઈપણ છદ્મસ્થ એ સિદ્ધોને સાક્ષાત્કાર કરી શકતા નથી, માટે અભવ્ય સિદ્ધને માને નહિં, અને સિદ્ધપણું નહિ માનવાથી જ તેને મેક્ષની ઈચ્છા થાય જ નહીં, ને તેથી જ અભવ્યને વધારેમાં વધારે આઠ તત્વોની જ શ્રદ્ધા હેય.
પ્રશ્ન ૧૮૯–જૈનમતવાળાની જેમ અન્યમતવાળાઓ વિનયમૂળ ધર્મ માને છે કે નહિ?
સમાધાન–જેમ જેમતવાળા વિનયમૂલ ધર્મ માને છે તેમ અન્યમતવાળા માનતા નથી, પણ તેઓ મુખ્યતાએ શૌચ (પવિત્રતા ચોખાઈ) મુલધર્મ માને છે. અન્યમતવાલાઓ શૌચને ધર્મ માને છે, એ અધિકારને અંગે શ્રી કલ્પસૂત્રના ગણધરવાદમાં જણાવવામાં આવ્યું છે કે-જે માણસના શબને વિષ્ઠા સહિત બાળવામાં આવે છે તે શિયાળીઓ થાય” માટે જ નહવરાવીને પવિત્ર કરીએ તે જ મરનારની ગતિ સારી થાય એમ તેઓ માને છે. બાહ્યશુચિ હોય કે ન હોય પણ શ્રી જૈનમત પ્રમાણે મરનારની ભાવના ઉપર જ ગતિને આધાર રહે છે.
પ્રશ્ન ૮૧ તીર્થંકરપદવીમાં થતા સત્કાર-સન્માનની ઈચ્છાપૂર્વક જે કઈ વીસસ્થાનક આરાધે તે તીર્થકર થાય કે કેમ?