________________
( ૬ )
સમાધાન—આચારાંગવૃત્તિ, જીવાભિગમ, અને તત્ત્વાર્થાદિ શાસ્રામાં જે તેઉકાય–વાયુકાયને ત્રસ તરીકે ગણાવ્યા છે તેનુ કારણ એ છે કે જ્વાલા વિગેરે તેઉકાય અને પૂર્વ દિશાના વાયરા વિગેરે પ્રત્યક્ષ રીતે ચાલતા દેખાય છે. પણ તે ચલન તેમનુ સ્વાભાવિક હોવાથી અને સુખની પ્રાપ્તિ માટે કે દુઃખ દૂર કરવા માટેની ઇચ્છાપૂર્વક ન હોવાથી તેમને બીજી જગાએ સ્થાવર ગણ્યા છે. ત્રસના એ પ્રકાર છે. એક લબ્ધિત્રસ અને ખીજા ગતિત્રસ; તેમાં આ તે અને વાઉ ચાલવા માત્રથી તિરૂપે ત્રસ ગણાય છે.
પ્રશ્ન ૧૭૩—તીથંકરભગવાનના શાસનના યક્ષયક્ષિણી કયા
પ્રકારના દેવતા છે ?
સમાધાન—મુખ્યતાએ તે વ્યંતરનિકાયના હોય છે.
પ્રશ્ન ૧૭૪—ખસખસ કાયમ અભક્ષ્ય છે કે કેમ ? ફાગણ ચામાસા પછી, ચૂલે ચઢ્યા પછી ખસખસ નાંખેલી ચીજ સાધુને ખપે કે નહિ ?
સમાધાન—બારે માસ રાંધતી વખતે ચૂલા ઉપર જ નાંખેલી ખસખસવાળી વસ્તુ ચિત્ત પરિહારીને ખપી શકે છે. તલ વિગેરેની મા અતિચારમાં અલક્ષ્ય ગણાય છે, તે બહુબીજ કે સૂક્ષ્મખીજની અપેક્ષાએ છે.
પ્રશ્ન ૧૭૫–—વાસ્તવિક વિનયનું સ્વરૂપ શું છે ?
સમાધાન—ગુણવાનાને આવતા જોઈ ઉભા થવું, આસન આપવુ આદૃિરૂપે જે ગુણા અને ગુણીઓનુ બહુમાન કરાય તે વિનય કહેવાય, વિનયના ભાવા તા શાસ્ત્રકારાએ તે જ કહ્યો છે કે-વિનીયન્ત અનેન જર્નાનિ ત્તિ વિનય:' જેના વડે કરીને કર્મોને દૂર કરાય ( એટલે જે ક્રિયા કર્યાંના નાશ કરે) તે વાસ્તવિક વનય કહેવાય છેઃ કક્ષયાદિની ભાવના વિના અલાદિએ કરેલ વિનય તે વાસ્તવિક વિનય નથી.