________________
(૬૫)
વિધિમાં રહેનાં આહવાન તથા નન્દીસ્તવમાં ધર્માનુષ્ઠાનમાં રહેની સાક્ષી ગણવાથી તે સમકિતી હોય તેમ સંભવે છે. કાલા ગોરા નામના ક્ષેત્રપાલભૈરવને કઈ તેવા મુખ્ય ગ્રંથમાં લેખ નથી.
પ્રશ્ન ૧૬૮–નવ ગ્રહને માનવા કે નહિ? સમાધાન–સાધર્મિક તરીકે માનવામાં અડચણ જણાતી નથી.
પ્રશ્ન ૧૬૯–દશ દિપાલમાં સમકિતી ક્યા? મિથ્યાત્વી કયા ? કયા શાસ્ત્રના આધારે એ માનવું ? એમને માનવા કે નહિ?
સમાધાન-નન્દીસ્તવ આદિને આધારે દશા દિફ પાલને પણ સમકિતી માનવામાં અડચણ નથી.
પ્રશ્ન ૧૭૦–સોળ વિદ્યાદેવીઓમાં સમકિતી કઈ અને મિથ્યાત્વી કઈ? તથા એ દેવીઓને માનવી કે નહિ? માનવી તે કયા શાસ્ત્રના આધારે ?
સમાધાન–વિદ્યાદેવીઓમાં સમકિતી કે મિઠાવીને ઉલ્લેખ સ્પષ્ટપણે ખ્યાલમાં નથી. પણ શ્રી શોભનમુનિકૃત સ્તુતિઓમાં તે દેવીએની સ્તુતિઓ હોવાથી સમ્યગદૃષ્ટિ હોય પણ તેથી લેકેમાં મનાતી દેવીઓને મનાય નહિ, કારણ કે–તેઓની ક્રિયા જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે.
પ્રશ્ન ૧૭૧–જંધાચારણ તથા વિદ્યાચારણ મુનિરાજોને પાંચ જ્ઞાનમાંથી કેટલા જ્ઞાન પ્રાપ્ત થાય? તે શાસ્ત્રના નામ, પાઠ પુરાવા સાથે જણાવશે.
સમાધાન-ધંધાચારણ અને વિદ્યાચારણ મુનિઓને ચાર જ્ઞાન હોઈ શકે; કેવલજ્ઞાન તે લબ્ધિ ઉત્સુકતાવાળાને હોય જ નહિ એમ ભગવતીસૂત્રમાં એમને અધિકાર જોવાથી સ્પષ્ટ માલુમ પડશે.
પ્રશ્ન ૧૭૨–તત્વાર્થમાં તેઉકાય અને વાઉકાયને ત્રસકાય કહ્યા (જણાવ્યા) છે તે કેવી રીતે ?