________________
(૬૧)
કરવું ? છદ્ કરાવવાથી પણ મેળ મળતું નથી. તે દિવસે ઉપધાન કરનાર નીવી કરે તે તેને રોહિણી તપ રહે કે ચાલ્યો જાય? અગર આવા કારણવશાત બાધ નહિ એમ ખરું? અથવા સાત વર્ષે જ્યારે રોહિણી તપ પૂરો થાય ત્યારે એક ઉપવાસ વધારે કરે તે ચાલે કે કેમ?
સમાધાન–તે મનુષ્ય તપ પૂર્ણ થાય કે એક ઉપવાસ વધારે કરે.
પ્રશ્ન ૧૫૭–ચરમ તીર્થંકરના શ્રાવકે કેટલા? ને તે સંખ્યા કેની અપેક્ષાએ છે
સમાધાન–કપસૂત્રમાં જે એક લાખ ને ઓગણસાઠ હજારની સંખ્યા જણાવી છે તે ફક્ત પિતાને હસ્તે થયેલ (પિતાના જ ઉપદેશથી થયેલા) સમ્યગદષ્ટિ તથા દેશવિરત શ્રાવાની છે. પહેલાંના તીર્થના અને તેમના શિષ્યાદિકથી થયેલા શ્રાવકોની સંખ્યા તે જુદી સમજવી.
પ્રશ્ન ૧૫૮-પ્રથમ કલ્પસૂત્ર સાધુ સમક્ષ વંચાતું હતું તે પૂર્વાચાયે સભા સમક્ષ વાંચ્યું તે તેઓ આરાધક કે વિરાધક?
સમાધાન-–શ્રી કલ્પસૂત્રની સભા સમક્ષ વાચના પૂર્વધરના વખતમાં થયેલી છે ને તે બાબત ભગવાન ચૂર્ણિકાર મહારાજના પહેલાંની હોવાથી તેઓશ્રી તે બાબતમાં સંમત થયા છે માટે તે સભા સમક્ષ કલ્પસૂત્રની વાચના કરનાર આચાર્ય વિરાધક નથી, પ્રતિગ્રામ શ્રી કલ્પસૂત્રનું પ્રતિપર્યુષણમાં વાંચન ગ્રંથે અને આદર્શો ઉપરથી ઘણું સિકાઓ પહેલાંનું હેય એમ જણાય છે તેથી તેમાં પણ વિરાધકપણું જણાતું નથી.
પ્રશ્ન ૧૫૯–નગરીઓ ઉજજડ કરનારા રાક્ષસે તે કોણ? તેઓ મનુષ્યનું ભક્ષણ કરી જતા હતા, રાજકુમારાદિ વિગેરેને હણી ખાઈ જતા હતા એવાં વર્ણને જોતાં એ પ્રશ્ન થાય છે કે-રાક્ષસે જે વ્યંતરદેવ હોય તે તે કવલાહાર કરે નહિ તે મનુષ્યનું ભક્ષણ કેવી રીતે કરે ? તથા નિરુપમ આયુષ્યવાળાને ઘાત શી રીતે થાય ?