________________
(૫૭)
દુર્લભ થાય છે. એમ આચાર્ય મહારાજશ્રી રત્નશેખરસૂરિજી પિતાની અર્થદીપીકા નામની શ્રાદ્ધપ્રતિક્રમણની ટીકામાં જણાવે છે. આવી રીતે કાળભેદે ફલ જણાવી તેનું કારણ પણ તેઓશ્રી સ્પષ્ટ કરે છે કે તે કાળે સર્વ ધર્મો કરતાં ભગવાન શ્રી જિનેશ્વર મહારાજે જગતના હિતને માટે નિરૂપણ કરેલ ધર્મની મહત્તા ઘણું જ મેટી હતી, તેથી એકાદ કાર્ય અન્યમતાય યાદિથી કદાચ થઈ પણ જાય, તે પણ તેથી જિનેશ્વરમહારાજના ધર્મની છાયાને પ્રતિઘાત થતે નહેતે અને તે કારણથી શ્રીકૃષ્ણાદિકના સમયે તેવા આરાધનથી મિયાત્વવૃદ્ધિ આદિ થતાં નહેતાં પણ વત માનકાલે તેવા અતિશયરહિત હેવાથી શ્રીકૃષ્ણદિએ કરેલી મિથ્યાત્વી યક્ષાદિની આરાધના જે આજે કરાય તે મિથ્યાત્વની વૃદ્ધિ તથા સ્થિરતા થાય માટે શ્રીકૃષ્ણાદિકે કરેલી યક્ષાદિની આરાધનાનું આલંબન લેવાની આચાર્ય મહારાજે સ્પષ્ટ ના કહી છે.
પ્રશ્ન ૧૪૩–વાસુદેવાદિના પચ્ચખાણ તે શું દ્રવ્ય-પચ્ચખાણ છે
સમાધાન–હા, અષ્ટકમાંમા વાવિધવાળામરતા રા. પ્રયાસ્થાના વિધારતુ વીમાવતથsic: |
આ શ્લેકની વ્યાખ્યામાં ચેથા અને પાંચમા ગુણઠાણાવાળા તથા વાસુદેવાદિકને પણ પ્રતિબંધકને ક્ષયપશમ ન હોવાથી, તેમજ અપેક્ષાદિ કારણથી થયેલાં પચ્ચખાણને દ્રવ્ય-પચ્ચખાણ કહેલાં છે, તેથી જ સમકિતવાળાએ પણ આ લેકના ફલની અપેક્ષાએ કરેલાં પચ્ચખાણ
ગ્ય અને ઉત્તમ નહિ છતાં પણ સમ્યકત્વને ઘાત કરનાર જ છે. એમ તે ન મનાય.
પ્રશ્ન ૪૪–આગમ એટલે શું?
સમાધાન – તરણતારણ શ્રી તીર્થકરોની દેશના અને શ્રી ગણધર મહારાજાઓએ ઝીલી ગુથેલે તેને દેશના રિપોર્ટ.