________________
(૫૬)
સમાધાન શ્રી તીર્થકર મહારાજાએ જે વખતે ત્રિપદી પ્રરૂપી અર્થાત “જો વા વા વા ખુદ રા' એ ત્રિપદી દ્વારા ગણધર દેવોને ઉપદેશ આપે તે વખતે તેમાંથી ગણધર મહારાજાઓએ જે દ્વાદશાંગી અને ચૌદ પૂર્વેમાં ગુંથ્ય (જે અત્યારે અંગોપાંગમાં જણાય છે) તે તમામ બદ્ધાગમ કહેવાય. અને તે સિવાયનું જે કંઇ ઉપલબ્ધ થાય તે તમામ અબહાગમ કહેવાય? જેમ વક્તા જેટલું બેલે તેટલું બધુંયે રિપોર્ટર લખી લે એ નિયમ નથી. તેમ શ્રી તીર્થંકર મહારાજ જેટલું અર્થથી કહે તે બધુંએ ગણધર શાસ્ત્રમાં રચે એ નિયમ નથી.
પ્રશ્ન ૧૮૧–દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર, ભક્ષણ કરનારની ઉપેક્ષા કરનાર, જિનદ્રવ્યને મૂલથી નાશ કરનાર, મુનિને ઘાત કરનાર, અને સાધ્વીના ચોથા મહાવ્રતનું ખંડન કરનાર કયા ગુણોને નાશ કરે ?
સમાધાન–ભગવાન શ્રી હરિભદ્રસુરીશ્વરજી કહે છે કે આ બધાએ પિતાના સમ્યગજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપી મહાન ગુણને નાશ કરે છે. ભવિષ્યમાં ધર્મરૂપી કલ્પવૃક્ષની પ્રાપ્તિના મૂળમાં અગ્નિ મૂકે છે, મહામોહનીય બાંધે છે તથા દુર્લભધિ થાય છે.
પ્રશ્ન ૧૪૨–શ્રાદ્ધપ્રતિકમણસત્ર પાને ૩૪ મામાં લખ્યું છે કે યક્ષાદિનું આરાધન અયુક્ત છે અને તેને અંગે રાવણ કૃષ્ણાદિનું આલંબન ગ્રહણ કરવું ઉચિત નથી. આ સંબંધમાં આપ શું ફરમાવો છે ?
સમાધાન શ્રીકૃષ્ણ અને રાવણાદિકે આ લેકના ફલ માટે મિથ્યાત્વી એવા યક્ષાદ દેવતાનું આરાધન કર્યું હતું તે મિથ્યાત્વ નહતું, પણ આ કાળમાં જે કોઈ પણ સમકિતી છવ આ લેકને માટે પણ યક્ષાદિની આરાધના કરે તે મિથ્યાત્વની વૃદ્ધિ તથા તેની સ્થિરતા કરનાર થાય છે, અને તેથી તે જીવને ભવાંતરમાં પણ સમકિતની પ્રાપ્તિ