________________
(૩૭)
પ્રશ્ન ૯૧– જૈનશાસનમાં જ્ઞાનની વ્યાખ્યા કયા પ્રમાણે છે?
સમાધાન–એકાતે મોક્ષના જ હેતુભૂત એવું છવાછવાદિતનું શુદ્ધજ્ઞાન તેનું નામ જ જ્ઞાન છે એ સિવાયનું બધુંએ અજ્ઞાન જ છે.
પ્રશ્ન કર—સાચું ચારિત્ર (સંયમ) આવે કયારે ?
સમાધાન-અનંતીવાર અને તે પણ ફક્ત જુઠ્ઠાં (દ્રવ્ય) ચારિત્રસેવનના પરિણામે જ આત્માને એક સાચું ચારિત્ર પ્રાપ્ત થાય છે. અને એનું નામ જ ભાવચારિત્ર કહેવાય છે. આત્માને ભાવચારિત્ર પ્રાપ્ત થયા પછી તે તેને વધારે વખત સેવવાનું રહેતું જ નથી. એટલે કે તેવું ચારિત્ર તે ફક્ત આઠ જ વખત આરાધવાને પરિખ્યામે આત્મા અવશ્યમેવ મુક્તિ મેળવે છે. હજારો વખત જુઠ્ઠા અને વાંકાચૂંકા એવા પણ લીટા કરનારે બાળક અને જેમ સાચા એકડામાં પ્રવેશ કરે છે; તેમ જ દ્રવ્યથી પણ ચારિત્ર પાળનાર મનુષ્ય અને તેના સાર રૂપ એવા) ભાવચારિત્રમાં પ્રવેશ કરવાને ભાગ્યશાળી બને છે. આટલા માટે તે ભલે સંસ્કારમાત્રથી પણ ચારિત્ર પ્રત્યે સાધારણ જ સદ્ભાવ થયેલ એવા આત્માને પણ સંયમના સાધકોએ યથાપ્રવૃત્તિઓ પણ સંયમમાં જોડવા એ જ સ્તુત્ય અને આદર્શ માર્ગ છે.
પ્રશ્ન હ૩–થી મરૂદેવા માતા એક પણ દ્રવ્યચારિત્ર પ્રાપ્ત કર્યા વિના ફક્ત એકેન્દ્રિયપણામાંથી જ આવી સીધા મેક્ષ પામ્યા તે તેમને દ્રવ્યચારિત્ર વિના પણ ભાવચારિત્ર કેમ પ્રાપ્ત થયું ?
સમાધાન–આ બનાવને શ્રી પંચવસ્તુના રચયિતા ભગવાન શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજા આશ્ચર્યરૂપે જ પ્રતિપાદન કરે છે; સાથે તેમાં પણ એ નિયમ કરે છે કે અનન્તા દ્રવ્યલિંગ કરનારને જ ભાવલિંગ પ્રાપ્ત થાય છે.”