________________
(૪૩)
દેશવિરતિ આદિ લેવા રેકવાનું છે જ નહિ, કારણ એ જ કે પૂર્વની મહાન શુભ-કમાણીના ગે આત્માને તુરત જ ચારિત્ર મળે છે. મેક્ષ પામેલા આત્માઓને અસંખ્યાતમે ભાગ માર્ગાનુસારીને તે શું? પણ દેશવિરતિને પણ સ્પર્શલ જ નથી.
પ્રશ્ન ૧૦૬–તીર્થકરે, ગણધરે અને અવધિજ્ઞાનીઓ દેશવિરતિ લીધા સિવાય ચારિત્ર લે છે ખરા?
સમાધાન–તે મહાપુરુષે દેશવિરતિ પામ્યા (લીધા વિના જ ચારિત્ર લે છે; વળી બીજા પણ કેઈ આત્માઓ સમ્યકત્વની સાથે જ ચારિત્ર પામે છે. અને તેટલા જ માટે તે શાસ્ત્રકાર મહારાજાઓએ ‘ગુગવં પુર્ષિ રમ' એમ કહેતાં ચારિત્ર અને સમ્યકત્વને સહભાવ પણ છે, એમ સ્પષ્ટ ફરમાવ્યું છે.
અવધિજ્ઞાનવાળા આત્માએ નવેસરથી કદિ પણ દેશવિરતિ લેવાવાળા હેય જ નહિ, તેથી (એ વાતથી) પણ એ નિયત છે કે-શ્રી તીર્થકર મહારાજાથી માંડી અવધિજ્ઞાનવાળા કઈ પણ મહાત્માઓ ચારિત્ર અંગીકાર કરે તે દેશવિરતિ લીધા વિના જ સર્વવિરતિ લે છે.
પ્રશ્ન ૧૯૭–ઉત્કૃષ્ટગુણી એવા અરિહંતાદિક આરાધ્યનું આરાધનાણુઠારાએ બને કે ગુણકારીએ?
સમાધાન–જેમ શિક્ષકથી શિક્ષણ કદીએ જુદુ રહી શકતું જ નથી, તેમ દર્શનાદિ જે ગુણો તે ગુણરૂપ એવા અરિહંતાદિકને છેડીને જુદા રહી શક્તા જ નથી.
સેવા કરનારાઓ જેમ શિક્ષકેની સેવા શિક્ષણને માટે જ કરે છે, તેમ સમ્યગ્દર્શનાદિકની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિની પરાકાષ્ઠાની પ્રાપ્તિ માટે જ અરિહંતાદિક ગુણની પૂજા, સેવા, બહુમાન ઇત્યાદિ કરાય છે.