________________
(૩૦)
કરી આત્માને ભારે કરનારા કેટલાએ મુગ્ધાત્માઓના મિથા પ્રલાપ આપોઆપ શમી જાય. વસ્તુતઃ તેને ભાવ એ છે કે
ક્રિયા વિનાનું જે જ્ઞાન અને જ્ઞાન વિનાની જે કિયા” એ બન્ને બાબતમાં એટલું તે દૂરપણું ને ફરક છે કે જેમ સૂર્ય અને ખોતમાં. એટલે સૂર્ય અને ખદ્યોતના પ્રકાશમાં આકાશ અને પાતાલ જેટલું અંતર છે. તેમ જ “ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાની ક્રિયા, એ બન્ને વાતમાં પણ ગંભીર ભેદભરેલું અંતર છે. આ શ્લોકમાં ક્રિયા વિનાનું જે જ્ઞાન સૂર્યસમાન ગણાવીને અને જ્ઞાનવિનાની ક્રિયા ખદ્યોત સમાન ગણાવેલી દેખીને શાસનમાં ક્રિયાન્યપણે ફક્ત જ્ઞાનની જ કિંમત છે એવી વાત કરનારા જ્યારે પિતાની માન્યતામાં જ દઢ બની, અરે! અન્યને પણ ક્રિયાવિહેણું બનાવી પિતાને પક્ષ મજબુત કરવા, જનતાની સન્મુખ આવા કલ્પિત ભાવાર્થોનું શરણું સ્વીકારી યથેચ્છ પ્રવૃત્તિઓદ્વારા ક્રિયાઓની જડ કાઢવા મથે છે, અને ત્યારે ફક્ત એક્ષમાર્ગના ધ્યેયાનુસાર જ છતાં જ્ઞાનરહિતપણે ક્રિયા કરવાવાળા “જ્ઞાનવિનાની ક્રિયા એ ખદ્યોત સમાન છે.” એ ભાવાર્થથી બહુ બહુ અકળાય છે. હેમાય છે. આમ થવાનું કારણ એ જ છે કે વાસ્તવિક રીતે બને પક્ષ તે શ્લેકના યથાર્થ ભાવાર્થને પામ્યા જ નથી, તેની તે વિટંબણા છે. અહિં આ ક્રિયા વિનાનું પણ સૂર્ય સમાન જ્ઞાન એને કહ્યું છે કે જે આત્માઓની પૂર્વભવની શુભ આરાધનાને વેગે ઉતરી આવેલી (સાંપડેલી) ઉત્તમ સંસ્કારિતાના પ્રતાપે, અકસ્માત અંગે જાગેલી ભાવનાથી “સૂર્યસમાન એવું જે કેવલજ્ઞાન તેને પામેલા ગૃહિલિંગવાળા ભરતાદિક અને અન્યલિંગવાળા વકલચીરી આદિકનું દ્રવ્યચારિત્રરહિત છતાં પણ પ્રાપ્ત થયેલું (સર્વજ્ઞપણું) કેવલજ્ઞાન તે જ્ઞાન, નહિં કે શુકપાઠ. એટલે કે તેવા પુણ્યપુરૂષોના પ્રકર્ષપુણ્યના યોગે પરમ પ્રકાશપણે ક્રિયા વિના પણ અકસ્માત પ્રગટ થયેલું જે કેવલજ્ઞાન તે સૂર્ય સમાન છે. વળી જ્ઞાન વિનાની જે ક્રિયા તે પતંગિયા જેવી કહી છે તેમાં પણ એ ભાવાર્થ છે કે જેઓ મેક્ષના ધ્યેય વિનાના કર્મક્ષયાદિના ઉદ્દેશ વિનાના જીવા