________________
(ર) સમાધાન–અનુપયોગથી, સહસાત્કારથી સહેજે શાસ્ત્રવિરૂદ્ધ બેલાઈ જાય પણ તે કથનની સત્યતા સમજાઈ જાય કે તુરત ક્ષમા યાચે, તે કથન પ્રચાર ન પામે તેના માટે બનતું કરે, અગર તે કથન સામે મરચા ન માંડે તે ઉસૂત્રકથક કહેવાય; અને શાસ્ત્રવિરૂદ્ધ બેલેલ કથનને જગતમાં પ્રવૃત્તિરૂપે દાખલ કરાવવા બનતે પ્રયાસ કરે; તેની (ઉસૂત્રકથનની ) આડે આવનારાં સત્યપ્રરૂપકે સત્યપ્રરૂપણું અને સત્યપ્રરૂપણના સાધનપ્રસંગેને જમીનદોસ્ત કરવા અનેકવિધ કાર્યવાહી ચાલુ રાખે તે ઉસૂત્રપ્રરૂપક અને તેવા ઉસૂત્રપ્રરૂપકને ઉસૂત્રભાષી તરિકે બનતી ઉતાવળે જાહેર કરે અને ત્યાગ કરાવવા માટે સર્વશક્તિ વાપરવી જોઈએ.
પ્રશ્ન ૬૪–સુંદર પુષ્પોની પૂજા કરવી તે બરાબર છે. પણ તેની પાંખડીઓને ચુંટવી તેથી વનસ્પતિકાય દુભાય છે. અને તેથી મનમાં એકેન્દ્રિય જીવને દુઃખ થાય છે. આટલી બધી કિલામણ કરવાની પ્રવૃત્તિ શાસ્ત્રમાં હશે એવી વિચારણું આવે તેનું શું?
સમાધાન–પરમારાધ્ય-પૂજા પ્રસંગે આ વિચાર આવે છે પણ સંસારની સમગ્ર પ્રવૃત્તિમાં છ કાયની હિંસા ડગલે પગલે થયાં કરે છે. પણ તે સંબધી મહાનુભાવ! લેશભર વિચાર કેમ આવતા નથી ? એકેન્દ્રિયની કિલામણ, કદર્થના અને હિંસાથી હૃદય ક્ષેભ પામે તેને જરૂર સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. વિ. પ્રભુ ચરણે ચડેલ એકેન્દ્રિયો પિતાના એકેન્દ્રિયભવની સાર્થકતા તે પૂજા પ્રસંગે આપણી દ્વારા કરી શકે છે. પણ સ્વરૂપહિંસાના બહાના તળે પરમારાધ્ય-પૂજા ત્યાગ કરવી તે અનુચિત છે. એ પૂજાપ્રસંગની હિંસા તે વાસ્તવિક હિંસા નથી.
પ્રશ્ન પ–સંસારપ્રવૃત્તિમાં આસક્તિવાળાને સમ્યકત્વ હોય કે અશક્તિવાળાને હોય?