________________
(૩૦)
સમાધાન–બનેને સંભવી શકે, મોક્ષસુખ સાધ્ય છે એવા સાધ્યવાળે કઈ પણ છવ સહાય તે આસક્તિવાળો અગર અશક્તિવાળા હોય તે પણ બન્નેને સમ્યકત્વ હોઈ શકે. અશક્તિ પુરસ્સરની પ્રવૃત્તિ અને આસક્તિ પુરસ્સરની પ્રવૃત્તિ એ ચારિત્રના પ્રસંગમાં વધુ ઓછા લાભ તરફ ઢળી જનારા પ્રસંગે છે અને કર્મબંધનું ઓછાવત્તાપણું તે પ્રસંગમાં જરૂર સંભવશે પણ સંસારપ્રવૃત્તિમાં મસ્ત બનેલ સમ્યકત્વધારી ભવ્યાત્મા અને તદ્દભવક્ષગામી ચારજ્ઞાનના ધણું ગણધરભગવત બનેને વિવેક (સમ્યકત્વ) એક ચરખો હોય છે.
પ્રશ્ન ૬૬–ગૌતમસ્વામીજીને પ્રભુ પ્રત્યેને રાગ ગુણાનુરાગ ખરે કે નહિ ?
સમાધાન-નહિ, જે ગુણાનુરાગ માનીએ તે કેવલજ્ઞાન અટકે નહિ, તેમ જ ગુણાનુરાગને શાસ્ત્રકારોએ પ્રશસ્તરાગ કહેલ છે. અને તેની વ્યાખ્યા કરતાં પ્રતિપાદન કરેલું છે કે-જે પ્રશસ્તરાગ રહ્યા છતાં કર્મની નિર્જરા કરે અને કર્મ નિર્જરી જતાં તે રાગ ચાલ્યો જાય, તેને કાઢવા માટે જરા પણ મહેનત ઉઠાવવી પડે નહિ. જેમ મળ બાઝી ગયા પછી દીવેલ (એરંડીયું) અપાય છે, પણ મળ નીકળી ગયા પછી એરંડીયું કાઢવા માટે બીજી દવા લેવી પડતી નથી.
પ્રશ્ન ૬૭–વ્યક્તિ મહાન હેય અને તેના પ્રત્યે રાગ હેય તેથી કેવલજ્ઞાનાદિ ગુણ અટકે?
સમાધાન- હા. જરૂર અટકે, કારણકે તે રાગ પ્રાયઃ ગુણ પ્રત્યે તે રહી શકતા નથી પણ સ્નેહરાગમાં ચાલ્યો જાય છે. અગીયારે ગણધરને ગુણાનુરાગ સરખે હતું, પણ ગૌતમસ્વામીજીને રાગ સ્નેહથી ભરપૂર હતું અને તેથી જ કેવલજ્ઞાન પ્રગટ થયું નહિં.
પ્રશ્ન ૬૮-મેક્ષનું બીજ ક્યારે વવાય ?