________________
(૨૮)
સમાધાન–હા, રોકી શકાય, હિતકાર્યમાં બળાત્કાર એ બળાત્કાર નથી પણ અનુપમેય બચાવે છે. હાથમાં તરવાર લઈ ખૂન કરવા ધસી પડતા માણસને બાથમાં ભીડી બળાત્કારથી તરવાર ખુંચવી લે અને ખૂન કરતાં બચાવે તે લાભ કે નુકસાન ? જરૂર કહેવું પડશે કે લાભ. કલ્પસૂત્ર વર્ષોવર્ષ સાંભળો છે. મેઘકુમારે દીક્ષા લીધી, સંથાર, બારણા પાસે આવ્ય, રાતના સાધુ મહાત્માઓની પગરજથી તે સંથાર ધૂળથી ભરાઈ ગયે, રાતમાં ઘેર જવાનો વિચાર થયો. સવારમાં ભગવાન પાસે જવા માટે આવી ઊભો રહ્યો. જવાની ઉતાવળ, એ મૂકવાની તૈયારી છતાં વિશ્વવંદ્ય વિભુ વીરસ્વામી કહે છે કે-હે મહાભાગ! રાતે તે અશુભ ચિંતવ્યું, પાછલે ભવ વિસ્તારપૂર્વક સંભળાવ્યો, ધર્મમાં સ્થિર કર્યો, અને તેથી જ શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં ભગવાન મહાવીરદેવની ધર્મશાહીળ' પદની યથાર્થતા સ્પષ્ટપણે કથન કરી છે.
પ્રશ્ન ૬૨–સમ્યકતી અને મિથ્યાત્વી બન્ને જણમાં ગુણ છે અને દોષો પણ છે. પણ પ્રસંગેપાત પ્રશંસા કેની કરવી ? અને કરવા જતાં દોષની પણ અનુમોદના થઈ જાય છે, તે શી રીતે વર્તવું?
સમાધાન–મિથ્યાત્વીઓમાં જબરજસ્ત મિથ્યાત્વોષ છે અને તે સાથે બીજા મહાન દે છે જેથી પ્રસંગેપાત ઉદ્યમાદિ પ્રવૃત્તિ પુરતાં અપાતાં દષ્ટાન્તમાં તે મિથ્યાત્વીના સાહસ, ધર્માભિમાન, આદિ ગુણો વર્ણવતાં પહેલાં અધર્મ, હિંસા આદિ દોષોનું નિરૂપણ પ્રથમ કરવું અને પછી ગુણોને પ્રશંસવા, સમીતી જીવોમાં જે દોષો હેય તે દોષોને પ્રગટ કર્યા વગર ગુણોની પ્રશંસા કરાય તે પણ વધે નથી. કારણ સમ્યકત્વગુણ એવો જબરજસ્ત છે કે તે ગુણોની આગળ બીજા દેશેની કિંમત નથી.
પ્રશ્ન ૬૩–ઉત્સત્રથક અને ઉસૂત્રપ્રરૂપક એ બેમાં ફેર છે ? એ બેમાંથી ઉત્સુત્રભાષી તરિકે જાહેર કેને કરવો? જાહેર કર્યા પછી જ્યારે ત્યાગ કરવા યોગ્ય ?