________________
(૨૬) સમાધાન–તેને અર્થ એ છે કે જિનેશ્વર મહારાજનું ચિત્ય તે સાધુઓને માટે કરેલું નથી. તેમ જ જિનેશ્વર કપાતીત હોવાથી તેમની ભક્તિ માટે કરેલું આધાક નથી; છતાં પણ તેમાં રહેવાનું વર્જવાવાળા સાધુઓએ તીર્થંકરની ભક્તિ કરી કહેવાય, નહીંતર ઉત્કૃષ્ટી આશાતના થાય.
પ્રશ્ન પ૩–સમ્યકત્વ-પરિણામ અને ચારિત્ર-પરિણામમાં ફેર છે ? અને તે દૃષ્ટાન્તથી સમજાવશો?
સમાધાન–આત્મકલ્યાણ કરનારા અને આત્મકલ્યાણના સાધને તરફ યથાસ્થિત પ્રતીતિપૂર્વકની જે પ્રીતિ તે સમ્યકત્વ-પરિણામ, જેમ દેવતાના ગાયનને એક વખત પણ સાંભળનાર સંગીતને રસિક મનુષ્ય તે તરફ આકર્ષાયેલ રહે તેમ, આત્મકલ્યાણના સાધનોને આદરવા કે આદરાવવામાં તત્પર થતાં જે પરિણામ તે ચારિત્ર-પરિણામ, જેમ દેવતાઈ ગાયન શ્રવણ કરવામાં સામેલ થઈ જાય.
પ્રશ્ન ૫૪–શ્રાવક નાહ્યા વગર ગભારામાં વાસક્ષેપ પૂજા માટે જઈ શકે ? ' સમાધાન–હા, વસ્ત્ર અને શરીર પવિત્ર હોય તે ગભારામાં પણ દૂરથી વાસક્ષેપ પૂજા કરવામાં અડચણ જણાતી નથી.
પ્રશ્ન પ૫–ચોમાસાની દીક્ષા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે?
સમાધાન–ચોમાસાની દીક્ષાને પાઠ નિશીથચૂર્ણ ઉદેશે ૧૧ ગા૦ ૫૬૫
પ્રશ્ન પ૬–અનંતકાયવાળા અનંતા સાથે ઉત્પન્ન થાય અને એ કે અસંખ્યાતા? બધા સાથે ભવ પૂરે કરે કે-જુદા કરે ?
સમાધાન બાદર કે સૂક્ષ્મ નિગોદમાંથી દરેક સમયે તેને અસંખ્યાતમે ભાગ અનંતજીવમય ઉપજે છે અને અવે છે. જુઓ લોકપ્રકાશ,