________________
(૨૪)
પછીજ સામાયિક આપવાનું છે, અને તે આવશ્યકનું પહેલું અધ્યયન છે. આવશ્યક પુરૂં થયા પછી દશવૈકાલિકના યોગ છે. ચોથું અધ્યયન સુત્રાર્થ થયા પછી ગોચરી–સ્પંડિલાદિ વિગેરેથી પરીક્ષા કરવાની છે. અને તે પરીક્ષા દીક્ષા લીધા પછી જ હોય છે. પંચવસ્તુમાં સાધુની ચર્ચા વિગેરે દેખાડવાધારાએ પરીક્ષા કરવાનું જણાવ્યું છે. અને તેથી દીક્ષા પછીથી જ પરીક્ષા નક્કી થાય છે. છ માસની પરીક્ષા દીક્ષાની યેગ્યતા માટેની નથી પણ આચારમાં તૈયાર થયો અને શ્રદ્ધાવાળે થયે તેની પરીક્ષા છે.
દીક્ષાની પરીક્ષા માટે તો તું કેણ છે? કયાં રહેવાવાળે છે? શા માટે દીક્ષા લે છે? એ વિગેરે સવાલના જવાબ ઉપરથી પરીક્ષા કરવાની છે. આટલા જ માટે ધર્મબન્દુ જુઓ.
પ્રશ્ન ૪૮–શિક્ષાત્રતા પર્વ સિવાય ન હેય ?
સમાધાન-પર્વને દિવસે હોય અને પર્વ સિવાયના દિવસે પણ હોઈ શકે. જુઓ આવશ્યકસૂત્ર તથા સૂત્રકૃતાંગ,
પ્રશ્ન ૪૯-વિરોધી સાથે કેવું વર્તન રાખવું ? પ્રસંગે પાત તે વિરોધીને બચાવ અગર તેને મદદ કરવી તે શું કર્તવ્ય છે?
સમાધાન-ખૂન કરનાર માણસને સરકાર ખૂની તરીકે જાહેર કરી તુરત ફાંસીને લાકડે લટકાવતું નથી, પણ ખૂનીના જ પિતે ફરીયાદી થાય છે. અને તે ખૂનના બચાવ માટે પિતાને સરકારી વકીલ રોકે છે. કાયદાને અનુસરીને તે ખૂની બચે તેવા અનેકાનેક પ્રકારે સરકાર જાહેર કરે છેવટે એક પણ બચાવ સરકારી વકીલ કરી ન શકે ત્યારે સરકાર જાહેર કરે કે જાહેર પ્રજાના જીવન અને તેના સર્વ પ્રકારના જાનમાલના રક્ષણ માટે આ વ્યક્તિને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે, તેવી રીતે વિરોધીના વિરોધ દેખીને પણ જૈનશાસન અને તેના અગ્રગણ્ય નેતાઓ આચાર્ય, ઉપાધ્યાય, સાધુએ શાસ્ત્રોક્ત રીતિએ