________________
(૨૫) બચાવ થાય ત્યાં સુધી બચાવ કરે છેવટે તે વિરોધી વ્યક્તિ પર દ્વેષને લઈને વિરોધી, શાસનહી, અધમ, ન કહે, પણ જૈનધર્મનું પરિપાલન કરનાર ચતુર્વિધ સંઘને આ જાહેર થયેલ વ્યક્તિની કાર્યવાહી ઘણી ભયંકર છે, જેથી જનશાસન અને જૈનશાસનની માન્યતાવાળા ચતુર્વિધ સંઘના શ્રેય માટે જ આ વ્યક્તિને શાસનદ્રોહી તરીકે ગણી શાસન (સંઘ) બાહ્ય કરવામાં આવે છે.
પ્રબલ પુરાવા વગર જજમેન્ટ આપવાનો હક જૈનશાસનમાં નથી.
પ્રશ્ન ૫૦–નસીબ અને ઉદ્યમમાં ફેર છે ?
સમાધાન–ભૂતકાળને પ્રયત્ન-ઉદ્યમ તે વર્તમાનનું નસીબભાગ્ય અર્થાત આ ભવને ઉદ્યમ તે જ આવતા ભવનું ભાગ્ય. આ વસ્તુ સમજવાથી ઉદ્યમ આખેઆપ સમજી શકશે.
પ્રભુ શાસનમાં ઉધમની પ્રાયઃ પ્રાધાન્યતા છે.
પ્રશ્ન ૫૧–દ્રવ્ય-પચ્ચખાણ એટલે શું ? સદ્દષ્ટિ કૃષ્ણદિને દવ્ય-પચ્ચખાણ હોય એમ શાસ્ત્રમાં કીધું છે. તે દ્રવ્ય-પચ્ચખાણ કેવી રીતે ગણવાં?
સમાધાન-અવિરત વાસુદેવ વગેરે દેવતા-આરાધનાદિકને માટે જે અઠ્ઠમ વગેરે કરે, તથા દેવલોકમાં રહેલા નલિની ગુલ્મવિમાનની ઈચ્છાથી અવંતિસુકુમાલાદિકની પેઠે સાધુપણું પાળે તે બધું દ્રવ્ય-પચ્ચખાણ કહી શકાય. સમ્યકત્વવાળાને આત્મકલ્યાણ માટે ત્યાગના પરિણામ હોય પણ સંગને આધીન બાહ્ય સામગ્રી માટે થયેલ વીર્ય–ઉલ્લાસથી કરાતાં પચ્ચખાણ તે દ્રવ્ય-પચ્ચખાણ કહી શકાય.
પ્રશ્ન પર–શ્રી અષ્ટકજીના મૂળની ટીકાની અંદર આવેલી કવિ ન ” ગાથાની છાયા છે તેને અર્થ છે?