________________
(૨૭) પ્રશ્ન ૫૭–શ્રાવકની આલેયણાનું સામાન્ય વિધાન ક્યા શાસ્ત્રમાં છે? સમાધાન–શ્રાવકની આલયણને અધિકાર શ્રાદ્ધ-તકલ્પમાં છે.
પ્રશ્ન ૫૮–માત્રુ બે ઘડીએ સચિત્ત થાય તે બે ઘડી પહેલાં ફરી તેમાં માત્રુ કરે તે બીજી બે ઘડી ચાલે ?
સમાધાન–ના, પહેલું માત્રુ થયું ત્યારથી જ સચિત્તપણું થવામાં બે ઘડી ગણવી.
પ્રશ્ન પદ–અધમીઓને વ્યાખ્યાનમાં આવતા રોકી શકાય?
સમાધાન-ના, કારણ કે પ્રભુમાર્ગની દેશના સાંભળવાને સર્વ કેદને હક્ક છે. તે સ્થાનમાં વર–વિરોધ ભૂલવો જોઈએ. પ્રભુના સમવસરણમાં ૩૬૩ (ત્રણસે ત્રેસઠ) પાખંડીઓ આવતા હતા. જો કે તેઓ પામવાનું વસ્તુતઃ પામતા નહોતા પણ પ્રભુવચન રૂ૫ વર્ષદ ભવ્યાત્માઓના કમલ હૃદયરૂપ ભવ્યભૂમિમાં ઉતારી શક્તા હતા.
પ્રશ્ન ૬૦–જે વખતે અહીં દિવસ હોય તે વખતે પશ્ચિમાદિ દેશમાં રાત હોય છે. જે વખતે અવે ચોમાસું હોય તે વખતે તે દેશોમાં ગરમી હોય છે. હવે રાત્રિભોજનનો ત્યાગ, કેરીને ત્યાગ, વિગેરે પ્રસંગોપાત વિરતિ આદિ ધર્મ પ્રસંગે કેવી રીતે સાચવવાં?
સમાધાન ધર્મના કેન્દ્રસ્થાનથી દિવસ રાત્રિના વિભાગને અનુસરીને રાત્રિભોજનને નિયમ બાંધેલ છે, ઋતુઓ પણ તેને અનુસરીને છે. પશ્ચિમાદિ દેશોમાં રાત્રિ-દિવસને વિભાગ અને ઋતુઓ તત્ર પ્રમાણે સમજવી અને તે સ્થાનમાં વિરતિના પ્રસંગે તે કાળને લક્ષીભૂત ગણી ધર્મકાર્ય કરવા તત્પર થવું.
પ્રશ્ન ૬૧–ત્યાગમાર્ગથી કંટાળેલા, ભેગમાર્ગ પ્રત્યે ઈચ્છાપૂર્વક જનારા, જવાને ઉધમ કરવાવાળા હોય છતાં ઘોંચપરોણે કરી તેઓને બળાત્કારથી રોકી શકાય?