________________
( ૩ )
પ્રશ્ન ૭૩–ઉસૂત્રભાષક કાળધર્મ પામી કઈ ગતિએ જાય ?
સમાધાન—ઉત્સવભાષક ઉત્કૃષ્ટ ક્રિયાના બળે નવ ગ્રેવેયક સુધી જઈ શકે છે. જે કે મિથ્યાત્વની વૃદ્ધિ કરી તેથી તેનું ફળ તેને આગળના ભમાં ઘણું જ ભોગવવું પડશે. અને ધર્મની પ્રાપ્તિ પણ દુર્લભ થશે, પણ દ્રવ્યક્રિયાના પ્રબલ પ્રભાવે તત્કાલ તે ઉચ્ચગતિને સંભવ છે. ઉસૂત્રભાષી જમાલી પણ સાગરોપમની સ્થિતિવાળો વૈમાનિક દેવ થયેલ છે.
પ્રશ્ન ૭૪–જઘન્યથી ધર્મની આરાધના કરનારા જે આઠ ભવમાં મોક્ષે જાય છે, તેની ગણત્રી શી રીતે કરવી ?
સમાધાન-દીક્ષા લીધા પછી વખતોવખત પરિણામ ચઢ ઉતર થાય, તે પણ જ્યાં સુધી દ્રવ્ય દીક્ષા છોડી ન હોય ત્યાં સુધી તે ભવ ગણત્રીમાં ગણાય છે. પરંતુ આત્મકલ્યાણને ચારિત્ર સિવાય બીજો કોઈ પણ માર્ગ નથી અને તેથી જ જિનેશ્વર ભગવાને મુમુક્ષુ જીવોને ચારિત્ર આદરવા માટે સૂચવ્યું છે. જેથી તે સર્વદા આદરૂં એવી બુદ્ધિ હરહંમેશ રહેવી જ જોઈએ.
પ્રશ્ન ૭૫– પ્રથમ છઠ્ઠા ગુણઠાણાને લાયક “સર્વવિરતિને ઉપદેશ કેમ અપાય છે ?
સમાધાન આ જીવ અનાદિકાલને છે, અને અનંતકાલથી એની ભાવલક્ષ્મી ખવાઈ ગઈ છે. અને તે કઈ ભવમાં મેળવવા ઉદ્યમવંત થયે હેય, તેમ જ થોડા ઉદ્યમારા તે ભાવલક્ષ્મી મળી જવાની હોય ત્યાં માર્ગાનુસારીપણું, સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિને ક્રમ સાચવે તે મહા અનર્થ થાય, તેથી તે જીવ હિત પરિણામવાળો થઈને તેમાં જ (માર્ગાનુસારીપણાદમાં) સ્થિર થાય, જેથી શાસ્ત્રકારોએ સર્વવિરતિને ઉપદેશ પ્રથમ આપવાને કહેલ છે. તેથી જે પૂર્વભવને સંસ્કારી હશે તે તે તુરત જ ઉચ્ચ પરિણામવાળ થઈ સર્વવિરતિમાં આવી જશે. અર્થાત-શ્રાવકપણું અંગીકાર કરે તે પણ