________________
(૨૨)
પ્રશ્ન ૪૦–પિતાના છોકરાઓ અને પિતાની સ્ત્રીએ દીક્ષા લીધી છે, સ્ત્રી અને પુત્રના મેહને લીધે બન્નેને બળાત્કારથી તે ભાઈ ઘેર લાવે તે સમ્યકત્વ રહે કે જાય ?
સમાધાન-સમ્યકત્વ જાય જ એમ કહેવાય નહીં.
પ્રશ્ન ૪૧–સૂયગડાંગમાં મહામહનીય બાંધવાના ત્રીશ સ્થાને છે તેનું શું ?
સમાધાન–દેવત્વ, ગુરૂત્વ, ધર્મવ પ્રત્યે દ્વેષાદિ થાય તે મહામેહનીય બાંધે; સીધે કે આડકતરી રીતે સગાંવહાલાં વગેરેને સંબંધ નથી, તેવાઓ તે મહામોહનીય જ બાંધે બલકે ગણધરહત્યાના પાપના ભાગીદાર થાય
પ્રશ્ન કર–પારસી, મુસલમાન, ઢેડ દીક્ષા લઈ શકે? અને લઈ શકે તે તમે તેમની સાથે સંબંધ કેમ રાખતા નથી?
સમાધાન–હા, દીક્ષા લઈ શકે; પણ દીક્ષા લેવી અને આપવી તે વાત જુદી છે, તેમ જ થયેલ દીક્ષિતને ભેળવો નહિ તે વ્યવહાર ઉચિતતાને વિષય છે જેની સાથે જાતિ આદિથી વ્યવહાર રાખવાને નિષેધ છે તેવા દીક્ષિત થયા હોય તે તેણે પોતાની સાધન સામગ્રીની જોગવાઈ કરી લેવી.
પ્રશ્ન ૪૩–દસૂત્ર એટલે શું?
સમાધાન–અપરિણત અને અતિપરિણતને છેદ એટલે બાદ કરીને પરિણતની પરીક્ષા કરીને એકાન્તમાં દેવા યોગ્ય સૂત્ર તેનું નામ છેદસૂત્ર. પરીક્ષાના વિધાનમાં ગુરૂમહારાજ કહે કે-કેરીઓ ખાવી છે, એવું સમુદાયમાં જણાવે ત્યારે તે વાતમાં અપરિણુ ભળી જાય, અતિ પરિણકે ગુરૂના સાધુપણામાં શંકિત થાય; પણ પરિણત હોય તે પૂછે કે-ભગવદ્ ! પ્રાસક કે અપ્રાસુક? વિગેરે સમજણના પ્રશ્ન કરે. સમાધાન કરી વાંચનાને ગ્ય જાણું સૂત્ર પ્રદાન કરે.