________________
(૨૦) સુખ સાહ્યબીના સાધને પણ મળ્યાં, વસ્તુતઃ મેક્ષ ન થયે, પણ દ્રવ્યધર્મથી જગતમાં ઉંચી સ્થિતિ પામ્યા, બેરા ને છોકરાં, ઘર ને વાડી, બગીચા ને બંગલા, પુત્ર અને પરિવાર વગેરે વગેરે કેટલી વખત કર્યા? અન તી વખત. કરેલાનું ફળ શું આવ્યું ? નરક, નિગોદ, અને તિર્યંચા, આવું અનિષ્ટ ફળ આવવા છતાં, દૃષ્ટિ આગળ દુઃખ દેખ્યા છતાં પણ, હજુ વિરામ કેમ પામતા નથી ? છતાં આ ભવમાં મેક્ષની ઇચ્છાપૂર્વક ધર્મ કરવામાં આવે તે સાત આઠ ભવમાં કામ થઈ જાય, મોક્ષ લક્ષ્યમાં ન રહે તે પણ દ્રવ્યઆરાધન સંસારિક સુખ આપ્યા વગર તે રહેતું જ નથી.
પ્રશ્ન ૩૬–અર્થદંડ અને અનર્થદંડમાં ફેર છે કે
સમાધાન–સ્વાર્થ (ઘર-કુટુંબ-કબીલા-પુત્રાદિ) પુરતું કરવામાં આવે તે તે અર્થદંડ–અને તે સિવાય કરે તે અનર્થદંડ.
પ્રશ્ન ૩૭–સમજે છતાં ત્યાગ ન કરે, જે કૃષ્ણ પોતાની સાત છોકરીઓને પ્રભુ નેમનાથ પાસે મેકલે, દિક્ષાની દાંડી પીટાવે છતાં ગજ ભરનારા અને તસુ નહીં ફાડનાર લેશભર ત્યાગના પચ્ચકખાણ નહિ છતાં તે સમજુઓને પ્રભુશાસનમાં સ્થાન છે?
સમાધાન–હા. માન્યતાની મહેલાતમાં મેજ માનનારાઓના જૈનશાસનમાં ડગલે અને પગલે યશગાન કરેલા છે. ત્રણ ખંડપર સત્તા ચલાવવી રહેલ છે પણ નાત પર સત્તા ચલાવવી મુશ્કેલ છે. કદાચ નાત પર સત્તા ચલાવાય પણ કુટુંબ પર સત્તા ચલાવવી મુશ્કેલ છે, કદાચ કુટુંબપર સત્તા ચલાવી શકે પણ ઇન્દ્રિયો પર સત્તા ચલાવવી મુશ્કેલ છે. કદાચ ઇન્દ્રિયો પર કાબુ રાખે પણ મનને કાબુ રાખવો મુશ્કેલ છે, કદાચ મનને જ કરી શકાય પણ આત્મા પર અંકુશ રાખવો તે તે અત્યંત મુશ્કેલ છે. જે વાસુદેવના મકાનમાં રાત દિવસ “પુત્ર થાય તે ભગવાનને દઉં, પુત્રી થાય તે ભગવાનને દઈ એવા વિચારનું વાતાવરણ રહે છતાં