________________
(૧૮)
પ્રશ્ન ૩૦-આચારાંગના પ્રથમ અધ્યયનને બદલે દશવૈકાલિકના ચાર અધ્યયન ભણાવવામાં હાલની પ્રવૃત્તિ છે તેનું કારણ શું?
સમાધાન-દશવૈકાલિકની રચના નહેતી થઈ ત્યારે છકાયના જ્ઞાન માટે આચારાંગસૂત્રનું પહેલું અધ્યયન ભણાવવામાં આવતું હતું. પણ હાલ દશવૈકાલિકના ચેથા અધ્યયનથી તે સહેલાઈથી જાણી, માની અને આચરી શકાય છે. માટે તેવી રીતે દશવૈકાલિકના ચાર અધ્યયન કહ્યા તે જ્ઞાન કરવા માટે છે.
પ્રશ્ન ૩૧–આચારાંગને બદલે દશવૈકાલિકના અધ્યયન ભણાવવા માટે ક્યા શાસ્ત્રમાં વિધાન છે ?
સમાધાન–આવા ફેરફાર માટે શ્રી વ્યવહારભાષ્ય વગેરેમાં હકીક્ત છે.
પ્રબન ૩૨–ભણવા પહેલાં ગેહનાદિ કરવાં જોઈએ તેવું કયા શાસ્ત્રમાં છે ?
સમાધાન પંચવસ્તુ, ગા. ૫૭૦. ઉપધાનાદિક પૂર્વક જ સૂત્રાદિ દેવાને અધિકાર છે; તેમજ ગહન કર્યા સિવાય ભણાવાય નહિ. તે માટે જુએ શ્રી નિશીથસૂત્ર અને શ્રી દશવૈકાલિકa.
પ્રશ્ન ૩ઃ–પહેલી દીક્ષામાં સામાન્ય સાવદ્યોગનું પ્રત્યાખ્યાન અપાય છે, અને વડીદીક્ષા વખતે દરેક મહાવ્રતનું ઉચ્ચારણ કરી પ્રત્યાખ્યાન અપાય છે. એમ હોવાનું વિશેષ કારણ શું ?
સમાધાન–છ કાય વગેરેની શ્રદ્ધા થવાથી વિભાગે મહાવ્રતની પ્રતિજ્ઞા કરવાની લાયકાત થાય છે. બાવીસ જિનના વારે પહેલેથી બુદ્ધિશાળી હેવાથી સમજતા હતા તેથી તે અવસરે વડી દીક્ષાની જરૂર જ નહોતા.
પ્રશ્ન ૩૪–સેળ વર્ષ પછી સંમતિની જરૂર નથી એવું કયા શાસ્ત્રોમાં છે.