________________
તેવા કૃત્યથી તે દેશે માલમ પડે તે જ બીજા બધા સમુદાય અને તેના રક્ષણ માટે તેને વિદાય કરી શકાય. એ સિવાય વિદાય ન કરી શકાય. શ્રી આવશ્યકનિયુક્તિ પારિષ્ઠાપનિકાને અધિકાર જે. વધુ ખુલાસા માટે નીચેના ગ્રંથ શ્રી પંચવસ્તુ, શ્રીનિશીથ અને શ્રી પંચકલ્પભાષ્યમાં વિદાય કરવાનો અધિકાર છે.
પ્રશ્ન ૨૪–આ બે પ્રકારની દીક્ષા રાખવાનું કારણ શું ?
સમાધાન-છ જીવની શ્રદ્ધા, પ્રકૃતિ અને પરિહારાદિના પરિણામની તપાસ માટે, પણ માલમ પડે તે વિદાય કરવાને નથી. ગ્રેડ કે પ્રમોશન વધુ મેળવી ન શકે તે નેકરીમાંથી વિદાય ન થાય. બે પ્રકારની દીક્ષામાં સાધુપણાની જવાબદારી સરખી છે.
પ્રશ્ન ૨૫– વડી દીક્ષા પહેલાં અને દીક્ષા થયા પછી છમાસી વગેરે પરીક્ષાઓ છે ને તે કયા શાસ્ત્રોમાં છે ?
સમાધાન–હા. સાથે જણાવેલ ગાથાઓ ધ્યાનમાં લે. પંચવસ્તુ ગા. ૧૨૨ પરીક્ષા સંબંધી. ગા. ર૨૯ પ્રવજ્યા લીધા પછી પ્રતિદિનક્રિયા
અધ્યયન. ગા. ૫૮૧ કાલપ્રાપ્ત અને સુવાધ્યયન
ગા. ૬૧૦ પ્રતિદિનક્રિયા પછી વ્રત સ્થાપનાને ગ્ય. , ગા. ૬૧૪ સુત્રાધ્યયન, અર્થાધિગમ, પરિહાર પછી
ઉપસ્થાપનાને યોગ્ય, પ્રશ્ન ૨૬–પહેલી દીક્ષા લીધી હોય અને તેથી જે જે બાબતની જવાબદારીઓ આવતી હોય તેના કરતાં વડી દીક્ષા લીધા પછી કાંઈ વિશેષ જવાબદારીઓ આવે છે? જો આવતી હોય તે પહેલાં કયી ઓછી અને બીજામાં ક્યી વિશેષ?