________________
(૨૧)
સ્વયં ત્યાગ કરવા માટે જે વાસુદેવ પતે લાચાર સ્થિતિમાં છે તે વાસુદેવ પુત્રી અને પિતા તરીકેના સંબંધને તિલાંજલી આપે છે, તે ફક્ત દુની આને દેખાડવા માત્રની નહીં પણ હૃદયપૂર્વકની દીક્ષા અપાવવી તે જેવી તેવી વાત નથી. અસત કલ્પનાએ વિચારે કે હું મારાં છોકરાં છોકરીને દીક્ષામાં મૂકી આવ્યો છું અને તે માર્ગે વાળવા હરકેઈ માટે હું મારું સર્વસ્વ સમર્પણ કરી રહ્યો છું એવું વિચારે તે પણ તમને ગંભીરગહનતા માલમ પડશે. આવું સમજુપણું આવ્યા વગર પ્રભુશાસનની યથાર્થ પ્રભાવના થતી નથી. બીજું ખસના દરદીને ચળ આવે તે વખતે ખણ નાંખે, લેહી નીકળે, અસહ્ય વેદના વેદ, ખણવું ખોટું ધારે, બીજા ખણતા હેય તેને રોકે, પિતાને વારે તે આંખો કાઢે, આ બધું કરે છતાં ખસની ખણજ અને તેથી ઉદ્દભવતા બધા પ્રસંગને હૃદયથી બુરાં માને તેવી રીતે સમકતધારી ( સાચે સમજુ ) શ્રાવકપણ સંસાર-સંસારીઓ, સંસારને ઉદ્યમ, સંસારની કાર્યવાહી આદિ બધું કરે પણ ખસની ખણજની જેમ તદ્દન બુરી માને, અર્થાત, ચારિત્રમોહનીયના ઉદયથી સાચી સમજણવાળે છતાં પણ વિરતિ ન કરી શકે તે બનવા જોગ છે.
પ્રશ્ન ૩૮ ક્ષાયિકસમવધારીઓ પોતાના પુત્રની દીક્ષામાં આડે આવે ?
સમાધાન–હા, આવે તે આવી શકે એટલે આવે ખરા અને ન પણ આવે; આડે આવવું તે ચારિત્રમેહનીયને ઉદય છે. અને માન્યતા રાખવી તે દર્શનમેહનીયના ક્ષયનું કામ છે.
પ્રશ્ન ૩૮–સુંદરીને સ્ત્રીરત્ન બનાવવાની ઇચ્છાથી દીક્ષા લેતાં ભરત મહારાજે રોકી તે વખતે સમ્યકત્વ ખરું કે નહિ?
સમાધાન-સમ્યકત્વ નથી એમ કહી શકાય નહિં.