________________
પ્રશ્ન ૧૨–ભગવાન શ્રી બાહુબલજીએ ગુરૂ વગર રણસંગ્રામમાં સ્વયમેવ દીક્ષા લીધી છે. તે દીક્ષા શાસ્ત્ર અપેક્ષાએ વંદનીય કેમ?
સમાધાન–સ્વયં બુદ્ધો અને પ્રત્યેકબુદ્ધોને ગુરૂમહારાજાઓની અપેક્ષા રહેતી નથી અને ભગવાન શ્રીબાહુબલજી શાસ્ત્ર અપેક્ષાએ સ્વયંબુદ્ધ છે, માટે તે વંદનીય છે. તે સિવાયના બીજાઓ પણ ગુરૂ વગર દીક્ષા લઈ શકે પણ શ્રી પુંડરીકરાજર્ષિ વગેરેની માફક ફરીથી ગુરૂ પાસે દીક્ષા લે તે જ તેઓ ગુરૂપદ અને પરમેષ્ઠિપદને શોભાવી શકે છે.
સ્વયં બુદ્ધ માટે માટે શ્રી નંદીસત્ર ચૂર્ણ ટીકા જુઓ. શ્રી પુંડરીક-રાજર્ષિ માટે શ્રી જ્ઞાતાસૂત્ર જુઓ.
પ્રશ્ન ૧૩–સમજુ દેશવિરત-શ્રાવક પિતાના લેણદાર પર તાકીદ કરી અંતે કેદખાનામાં મોકલવા સુધીના વિચાર અને વર્તન કરે તે તેનું દેશવિરતપણું ટકે?
સમાધાન–દેશવિરતપણું એટલે અમુક હદની વિરતિ. અને તેવી વિરતિ ટકાવવામાં શાસ્ત્રકારોને વિધેિ આવતું નથી. કારણ અવ્યુત્પન્ન એ શ્રાવક ઈરાદાપૂર્વક ધર્મ, સમાજ, આદિ લાભ સમજીને ચેથા અણુવ્રતને પીડાકારી એવી લગ્નાદિ ક્રિયાઓ કરાવે, છતાં દેશવિરતપણું ટકે છે તે પછી સમજુ શ્રાવકની સમજણપૂર્વકની દેશવિરતિને બાધ આવી શકતું નથી. પરંતુ હૃદયને આઘાત પહોંચાડનારી કલેશમય કાળજાને કરનારી કલિટ પ્રવૃત્તિઓ હૃદયમાં વિચારે તેથી દેશવિરતપણું જતું નથી. બકે વર્તન અને વિચાર એ જુદાં છે અને દેશવિરતિ તે વર્તનને એક વિભાગ છે.
પ્રશ્ન ૧૪–અઠ્ઠાઈ મહેસૂવાદિના બહાને સાધુ દીક્ષા રેકે તે પાપ છે એવું કયા સત્રમાં છે?
સમાધાન–વ્યસ્તવના ભોગે ભાવસ્તવ (ચારિત્ર) ન રોકી શકાય; દ્રવ્યસ્તવ કરનારને ઉત્કૃષ્ટ ફળ બારમે દેવલોક અને ભાવાસ્તવવાળે