________________
(૭)
સમાધાન-જુઓ-યુગપ્રધાનચંડિકા ગ્રંથ
પ્રશ્ન –બાળ, ગ્લાન, તપસ્વી, આદિ બીજાઓને લેચ કરેજ જોઈએ અને લેચ ન કરે તે બીજી કઈ રીતે થઈ શકે?
સમાધાન–અવ્યંજન જાત-કાખ, દઢી, મુછના વાળ જેને ઉગ્યા નથી તેવાને અછિક (ઈચ્છા અનુસાર ), તાવ વિગેરેની પીડા થતી હોય તેવાને અંછિક, માથામાં ગુમડા વિગેરે થયા હોય તેવાને ચ્છિક, તે સિવાય બધાને લેચ ફરજીયાત કરાવવા જ જોઈએ.
પ્રશ્ન ૧૦–સર્વસાવધના ત્યાગમાત્રથી સર્વ દેવના શાસનમાં સાધુપણું સંભવે કે નહિ ?
સમાધાન–સર્વસાવદ્ય-પાપમય પ્રવૃત્તિ ત્યાગ કરે તેટલા માત્રથી સાધુપણું આવતું નથી. પણ તે ત્યાગની સાથે આત્મા મુખ્યગુણ પૈકી દશન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને વિશુદ્ધ કરતી દશવિધ ચક્રવાલસામાચારીને સેવે તે જ સાધુ હોઈ શકે. જો એમ ન માનીએ તે તિર્યંચને પણ સાધુ માનવા પડશે; કારણકે સસમાગમના પ્રસંગે અવધિજ્ઞાનાદિ પ્રાપ્ત થયું છે એવા તિર્યંચે પણ સર્વસાવઘના ત્યાગને અભિગ્રહ સિદ્ધભગવંતેની સાક્ષીએ કરે છે; પણ ત્યાં દશવિધ ચક્રવાલસામાચારી વિશિષ્ટ પ્રતિલેખનાદિ ક્રિયાને અભાવ હોવાથી તે તિય એમાં સાધુપણું શાસ્ત્રકારોએ માન્યું નથી. વિશેષમાં આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આજના જમાનામાં પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ ક્રિયાઓને બાજુ પર મૂર અધ્યાત્મને ડોળ કરવાવાળા વેષધારી સાધુઓને વીતરાગપ્રણિત શાસનમાં સાધુ તરીકે જીવવાને હક્ક નથી. બલકે સર્વસાવધના ત્યાગ સાથે રત્નત્રયાદિની વિશુદ્ધિ માટે યોજાયેલ દશવિધ ચક્રવાલ સામાચારીનું યશાશક્તિ સેવન કરનારા સાધુપદને શોભાવી શકે છે.