________________
પ્રશ્ન ૧૧–સામાયિક શા માટે કરવું? કરવાથી ફાયદો શું ? અને તે ફાયદો સહેલાઈથી સમજાવી શકાય તે માટે વર્તમાનકાળનું દષ્ટાંત આપવા કૃપા કરશે?
સમાધાન-નાશવંત શરીરના અમુક ચોક્કસ ભાગમાં રસોળી અગર ગાંઠ થયેલ છે; તે (ગાંઠ અગર રસોળી) રાખવાની સહજ પણ મુરાદ નથી, તે વધે તેવી અંશભર પણ ઇચ્છા નથી, તેને વધારવા હરદેઈ સાધન વાપરવા લેશભર ઉદ્યમ નથી, પુષ્ટ થાય તે શરીર સુંદર દેખાય તેવા હેતુથી તે તરફ પ્રીતિ પણ નથી, છતાં શરીરની સપ્તધાતુની વૃદ્ધિ શારીરિક તંદુરસ્તી માટે લેવાતા ખોરાકમાંથી તે (રસોળી અગર ગાંઠ) પિતાને ભાગ લઈ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. વખતસર ચેતવામાં નહિં આવે તે ભયંકર રૂપ લેશે, શરીર નાશ પામશે એ ભય હેવા છતાં તુરત તેનું ઓપરેશન કરેલી જગ્યાએ તુરત રૂઝ આવે તે માટે બરોબર જોઇત બંદોબસ્ત ન થાય તે રોગ પિતાની જમાવટને લેશ પણ મચક આપતું નથી; તે જ પ્રમાણે આત્માને અવિરતિ એટલે ત્યાગ તરફ અણગમે નામની અદશ્ય ગાંઠ છે અને તે અદશ્ય ગાંઠ દિન પ્રતિદિન સમયે સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. અવિરતિના પાપથી પોષાયા કરે છે.
પાપ કરવાની ઈચ્છા ન હય, પાપ વધે તે માટે પ્રવૃત્તિ પણ ન હેય, પાપ કરવા સંબંધી લેશભર વિચાર ન હય, પાપ પ્રત્યે પ્રીતિ પણ ન હોય, તે પણ પાપ દરેકે દરેક આત્માને અવિરતિનું લાગ્યા કરે છે. અને તેથી બચવા માટે સામાયિકધારાએ ઓપરેશાન કરવાનું કીધું; અને જે સામાયિકમાં પ્રથમ પ્રતિજ્ઞાથી પાપ બંધ થયું, અને રૂઝને માટે બીજી પ્રતિજ્ઞા દર્શન-શાન-ચારિત્રની આરાધનાથી આત્માને અપૂર્વ આરોગ્યતાને લાભ થશે.