________________
રસ્તાધિરાજ
[ ૧૮
તપને અંતરાય હતા પણ તેમનામાં સમતા ઘણુ હતી. શાન્તરસમાં તેઓ તરબળ રહેતા હતા. બીજા સાધુઓ જે તેમની સાથે હતા તે ઉગ્ર તપ કરનારા હતા. તેમાં એક મુનિ ચાર માસના ઉપવાસના તપસ્વી, બીજા ત્રણ માસનાં, ત્રીજા બે માસનાં અને ચોથા માસક્ષમણનાં ઉપવાસી હતા. ચાતુર્માસમાં પર્યસણ પર્વના દિવસો નજદીક આવ્યા પણ આ કુરગડુ મુનિ સંવત્સરી મહા પર્વનાં દિવસે એક ઉપવાસનું તપ પણ કરી શક્યા નહીં. ગામમાંથી ગૌચરી હેરી આવ્યા. વડીલ ગુરૂ ભગવંતને ગૌચરી બતાવી અને આવી–કારવીને વાપરવા બેઠાં, ત્યાં પેલાં તપસ્વી સાધુઓ આ મુનિને ખાઉંધરા કહીને તિરસ્કાર કરે છે. એટલું જ નહીં પણ તપસ્વી સાધુઓ તેમનાં પાતરામાં અરર ! આ સંવત્સરી જેવા દિવસે વાપરવા બેસી ગયે ? એમ કહી શુંકે છે. મુનિ તે થુંકને ઘત તૂલ્ય સમજે છે અને વિચારે છે કે આ મારે તિરસ્કાર કરે છે તેમાં ખોટું શું છે ? મને ધિકાર છે કે આવા મહાન પર્વનાં દિવસે પણ હું તપ કરી શકો નહીં અને તેઓ તે કેવા મહાન તપસ્વી છે, ધન્ય છે તે મહાત્માઓને કે દુષ્કર તપ તપી રહ્યા છે ! જ્યારે હું તે અન્નને કીડે. આજે સંવત્સરી જેવા મહાપર્વના દિવસે પણ ખાધા વિના મારે ચાલતું નથી એટલે એ તપસ્વી મહષિઓનાં ચરણવિદમાં કાંડાનું કેડ વંદન હે ! મારા આત્માને સ્વભાવ તે અણહારી છે. આત્માના સ્વભાવની ઓળખાણ થવા છતાં આહાર સંજ્ઞા ઉપર હું વિજય મેળવી શક્ત નથી !!
તે પછી તે એ મહર્ષિ તપસ્વીઓનાં તપની અનુમોદના કરવા પૂર્વક તપનાં અંતરાય અંગે ખુબખુબ મનમાં પશ્ચાતાપ