________________
દ્રષ્ટા કોણ?
[ ૨૯૦ ત્યાં સુધી શિષ્ય ગુરૂને વિનય ન ચૂકે ! શિષ્ય તેરમે ગુણઠાણે અને ગુરૂ છડે સાતમે ગુણઠાણે છતાં શિષ્ય ગુરૂને વિનય કરે! આ વાત લક્ષમાં લેવામાં આવે તે વિનય વૈયાવચ્ચદિપ સદ્વ્યવહારની ઉપાદેયતા ઘણી સહેલાઈથી સમજી શકાય.
એકલા નિશ્ચયને પકડવા જતા તે આખા માર્ગને જ લેપ થઈ જાય છે. નિશ્ચયથી આત્માને બંધ મક્ષ જ કયાં છે ? નિશ્ચયથી તે આત્મા શુદ્ધ સ્વરૂપી છે. શુદ્ધને વળી બંધ મેક્ષ કેવા? શુદ્ધ તે સદા મુક્તજ હોય, નિશ્ચયથી આત્મા શરીરથી ભિન્ન હોવાથી હિંસા-અહિંસા શી રીતે ઘટી શકશે ? એકલા નિશ્ચયમાં બંધ મેક્ષની વ્યવસ્થા ઘટતી નથી. એટલે પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને ફરમાવવું પડ્યું કે,
नही निश्चयमें शिष्य गुरु किया क्रिया फलयोग । कर्ता नही भक्ता नही, विफल सबै सयोग । એકાંત નિશ્ચયમાં ગુરૂ શિષ્યને વ્યવહાર પણ રહેતું નથી. નિશ્ચયથી પોતે જ પોતાને ગુરૂને પોતે જ પોતાને શિષ્ય. એકાંત નિશ્ચયવાદમાં ક્રિયા-કિયાફળ–કર્તા કે ભેકતા કંઈ પણ ઘટી શકે નહીં. માર્ગની વ્યવસ્થા જ ઘટે નહીં. માટે પહેલા હંમેશા સદ્વ્યવહારજ પરિણમે છે, અને તેને ફળ સ્વરૂપે જીવ નિશ્ચયને પામે છે. સાધન જ હંમેશા પહેલા હોય છે, અને સાધનના ગેજ સાધ્યની સિદ્ધિ થાય છે. કાર્ય પહેલા હેતુ નથી કારણુજ પહેલાં હોય છે. આટલી વ્યાખ્યામાં વ્યવહાર અને નિશ્ચયની સાથે પાંગ સિદ્ધિ થઈ જાય છે..