________________
૪૦૧ ]
સાધિરાજ બનેનું છેલ્લું પારણું થશે અને ત્યારબાદ વૈભારગિરિ પર પાદોપગમન સંથારે તમારે હવે લેવાને છે. ભગવંતનાં વચને સાંભળીને બને મુનિવરો રાજગૃહી નગરીમાં શાલિ– ભદ્રના મંદિરે પહેરવા નિમિત્તે પહોંચ્યા. ધર્મલાભ” કહીને ઊભા રહ્યા પણ સગી જનેતાએ શાલિભદ્રને ન ઓળખ્યાદુષ્કર તપ કરીને કાયા એવી સૂકવી નાંખી કે સંસારી પક્ષે પિતાના પનેતા પુત્રને સગી પિતાની માતાએ ન ઓળખ્યા અને બને ત્યાંથી પાછા ફરી ગયા અને રાજગૃહીના દરવાજેથી બહાર નીકળી રહ્યા છે ત્યાં સામેથી એક ગેવાલણ તેમને મળી જેણે મસ્તક પર દહીં-દૂધની મટકીઓ ઊચકેલી છેગેવાલણે બને મુનિવરેને જોયા. શાલિભદ્રજી પર દૃષ્ટિ પડતાં જ તેના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ગેવાલણે લાભ આપવા માટે વિનંતી કરી. મુનિવરે શુદ્ધ આહાર માટેની ગવેષણ કરી જ રહ્યા હતા. મુનિવરે “ધર્મલાભ કહીને જ્યાં પાત્ર આગળ ધરે છે ત્યાં વાલણ દધિથી પાત્ર છલકાવી દે છે. અનેરા ઉલાસથી ગોવાલણ દધિ વહેરાવે છે. ગોવાલણના સ્તનમાંથી દૂધની ધારા વહી રહી છે અને બને આંખમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં છે. તેના હૃદયમાં સુપાત્ર દાનને અપૂર્વલાભ મળતાં આનંદ આનંદ છવાઈ ગર્યો છે. સુપાત્ર દાનના પ્રભાવે વાલણના આત્મામાં ધર્મનું બીજ પડી જતાં અપૂર્વ બીજાધાનને લાભ મળી ગયે. દધિ વહરાવનારી શાલિભદ્રની ભવાંતરની
- સગી જનેતા હતી બને મુનિવરે દધિ વહેરીને ભગવતની સમીપે સમવસરણમાં પહોંચ્ય–ગોચરી આલેવી કારવીને ધન્નાજી