________________
૪૦૫ ]
રસાધિરાજ રાખવું જોઈએ. તે આ પ્રસંગ પરથી સાંગોપાંગ સમજાઈ જાય છે. શાલિભદ્રથી માતા સામે જેવાઈ ગયું. તેમાં દષ્ટિમાં વિકૃતિને ભાવ હતું જ નહીં. ફક્ત એટલે જ ભાવ હતે કે મારી માતાને મનમાં દુઃખ કેટલું લાગી રહ્યું છે? એટલે જરાક આંખ ખુલ્લી થઈ ગઈ ત્યારે જેઓ દષ્ટિમાં વિકારને જ પિષનારા છે. તેવાઓનું થશે શું–આ વાત વિચારીએ ત્યાં હૃદય કંપી ઊઠે? બહારની વસ્તુમાં દોષ નથી. દોષ આપણી દ્રષ્ટિમાં છે. દૃષ્ટિમાંથી દષ્ટિ–વિષ નીકળી જાય તે આખી સૃષ્ટિનાં વાતાવરણમાં અનેરી રોનક આવી જાય.
સુપાત્રદાનને અપૂર્વ મહિમા દાન તણું ફળ દેખે છે, ધને શાલિભદ્ર પખે નહીં લેખે જી, અતુલ સુખ તે પામિયા જી ઉત્તમના ગુણ ગાવે છે, મન વાંછિત ફળ પાવે છે કહે કવિયણ જી, શ્રોતાજન તમે સાંભળે છે.
પૂર્વ ભવમાં ધન્ના શાલિભદ્રના આત્માઓએ કરેલાં સુપાત્રદાનના ફળને સૌ વિચારી લે, જેને કઈ લેખો નહીં તેવા સુપાત્રદાનનાં ફળ સ્વરૂપે અતુલ સુખને તેઓ બને પામ્યા છે. શાલિભદ્રના પૂર્વભવને વૃત્તાંત અમારા તરફથી બહાર પડેલાં મંગલ પ્રસ્થાન પુસ્તકમાં વિસ્તારથી વર્ણવા એલ છે તે પુસ્તકમાંથી જિજ્ઞાસુઓને ખાસ વાંચી જવા ભલામણ છે. સુપાત્ર દાનને મહિમા ધન્ના શાલિભદ્રના દષ્ટાંતે સમજીને જે કંઈ સુપાત્રને પોષે તેને મેક્ષ ઘણે જ વહેલે થવાને છે તેમ સમજવું અને તેવા જ સંસારમાં રહ્યા હોય ત્યાં સુધી એ પુન્યના પસાથે તેમને કશા પ્રકારનો ધોકે પડતું નથી. કારણ કે સુપાત્રદાનનાં પ્રભાવે પુન્યાનુબંધી