Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 438
________________ કo૩ ] રસાધિરાજ, પારણું કર્યા બાદ ભગવંતની આજ્ઞા લઈને બને મુનિ પંગ વૈભારગિરિના પહાડ પર પહોંચી ગયા અને પથ્થરની શીલા પર બન્નેએ પાદપગમન સંથાર કરી લીધો? શરીરના અવયવ ન હાલે, ન ચાલે! પથ્થરની શીલાની જેમ જ શીલા પર પિઢી ગયા અને જાવ-જીવ પર્યત ચારે આહારને ત્યાગ કરી દીધે, ચારે શરણું અંગીકાર કરવા પૂર્વક મૈથ્યાદિ ચારે ભાવનાઓનાં ચિંતનમાં અને આત્મ-સ્વરૂપની ભાવનામાં લાંડા ઊતરી ગયા. કેઈ સામે આંખ પણ ખેલવાની વાત ન રહી. આંખ ખેલવાની ક્રિયા માત્રથી તેત્રીશ સાગરોપમને સંસાર વધ્યો હવે આ બાજુ ભદ્રા શેઠાણ શાલિભદ્રની બત્રીસે સ્ત્રીઓ સહિત સમવસરણમાં દેવાધિદેવનાં દર્શનાર્થે ધન અણગાર તેમજ શાલિભદ્ર મહામુનિનાં દર્શનાર્થે આવી પહોંચી. પ્રભુને વિધિપૂર્વક વંદના કર્યા બાદ ભદ્રા શેઠાણીએ પૂછ્યું કે પ્રભુ ધન્ના અણગાર અને શાલિભદ્ર મુનિ કયાં બિરાજે છે? પ્રભુએ કહ્યું બને મુનિપુંગવોએ વૈભારગિરિ પર અનશન વ્રત અંગીકાર કરવા પૂર્વક સંથારે લઈ લીધે છે, પ્રભુના મુખેથી સંથારાની ઘટના સાંભળીને ભદ્રા સમગ્ર પરિવાર સહિત તેમજ શ્રેણિક મહારાજાને સાથે લઈને વૈભારગિરિ પર્વત પર પહોંચી. બને મુનિવરેને સંથારે લીધેલા જોઈને તેમનાં કષ્ટને વિચારતી અને શાલિભદ્રના પૂર્વના સુખને સંભારતી ભદ્રામાતા છાતી ફાટ રૂદન કરવા લાગી. હે વત્સ ! તમે બને મુનિપુંગવે સામેથી મારા ઘરે વહેરવા આવ્યા અને હું કેવી અભાગણી મેં તમેને ઓળખ્યા પણ નહીં અને

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444