Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 439
________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [૪૦૪ મને વહેરાવાને પણ લાભ ન મલ્યા. જો કે તમે તે માટે ત્રિવિધે ત્યાગ કર્યો અને આખા સંસારને ત્યાગ કર્યો છે, પણ મને મનમાં એમ હતું કે ક્યારેક મારી દષ્ટિને તમારા દર્શનથી અને આનંદ મળશે. પણ હવે તે તમે બંનેએ છેલ્લી યાત્રાને પ્રારંભ કરી દીધું છે, હવે ફરી દર્શનને લાભ પણ અમારા માટે દુર્લભ થઈ પડવાને-માટે હે પુત્ર એકવાર આ દુખિયારી માતા સમક્ષ આંખ ખોલીને નિહાળ જેથી મને સંતોષ થાય માતાના આ વચને અને વિલાપ સાંભળતા શાલિભદ્રથી માતા સામે જેવાઈ ગયું. જરીક માતા પ્રતિને સ્નેહને ભાવ મનમાં બાવી ગયે. બસ આટલામાં શાલિભદ્રને તેત્રીસ સાગરોપમને સંસાર વધી ગયે. એક આંખ ખેલવાની ક્રિયા કરી તેમાં આટલે સંસાર વચ્ચે અને ધન્નાજી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા! રૂદન કે વિલાપનાં વચનોથી તેમને આત્મા જરી પણ વિચલિત ન બને તે ધન્નાજી કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા અને શાલિભદ્રજી – સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા. શાલિભદ્ર એક ભવ મહાવિદેહમાં કરીને મોક્ષે જશે. જો કે અમુક જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે બંને દેવલેકે ગયા અને ઉપર લખી ગયા તે પણ અમુક જગ્યાએ ઉલ્લેખ છે. બન્ને અધિકારે લખી જણાવ્યા “તર વતા વિનંતિ” આમાં સમજવાનું એટલું જ છે કે શાલિભદ્રથી સગી માતા સામે જરીક સનેહભરી દષ્ટિથી જેવાઈ ગયું, તેમાં આટલે સંસાર વધ્યો તે બત્રીસ સ્ત્રીઓ સામે રાગ દૃષ્ટિથી જોવાયું હેત તે સંસાર કેટલે વધત ? તે પછી જેઓ પરસ્ત્રીઓ સામે વિકારી દષ્ટિથી જેનારા છે તેમને સંસાર કેટલે વધવાને? આ છેલ્લા પ્રસંગમાં ઘણું રહસ્ય સમાએલું છે. મનુષ્યએ દષ્ટિ પર કેટલે બધે સંયમ

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444