________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૪૦૨ ભગવંતને પૂછે છે-પ્રભુ કેવળીનાં વચન મિથ્યા થાય ? ભગવતે કહ્યું-કેવળીનાં વચન મિથ્યા થાય જ નહીં. પ્રભુ ? આપે કહ્યું હતું કે શાલિભદ્રના માતાજીએ વહોરાવેલાં આહારથી તમારે બન્નેને છેલ્લું પારણું થશે, તે પ્રભુ ! શાલિભદ્રનાં માતાજીએ તે અમને ઓળખ્યા પણ નહીં. હું તે ઠીક પણ પિતાના સગા પુત્રને પણ ઓળખ્યા નહીં. તે પછી આહાર વહેરાવવાની તે વાત જ કયાં રહી! પ્રત્યુત્તરમાં પ્રભુએ કહ્યું. ગોવાલણે જે દધિ વહેરાવ્યું તે શાલિભદ્રની ભવાંતરની સગી જનેતા છે. તેણુએ વહેરાવેલા દિધિથી તમારું પારણું થવાનું છે એટલે કેવળીનાં વચન યથાતથ્ય કહેવાય. ફરી ધન્ના અણગારે ભગવંતને વિનમ્રભાવે કહ્યું–પ્રભુ, ભદ્રામાતાએ અમને ઓળખ્યા પણ નહીં ? પ્રભુએ કહ્યું, ભદ્રામાતાને સમાચાર મળી ગએલા કે ભગવાન મહાવીર શાલિભદ્ર મુનિ અને ધન્ના અણગાર વગેરે અત્રે વિચરતા પધાર્યા છે એટલે સૌ અત્રે દર્શનાર્થે આવવાની તીવ્ર ઉતકંઠામાં હતા એટલે કપડાં વગેરે બદલાવવાની વેતરણમાં સૌ પડી ગએલા. એ દરમ્યાન તમે બને ત્યાં પહોંચ્યા પણ તેમનું લક્ષ બીજે હેવાથી તમારા પ્રતિ તેમનું ધ્યાન ગયું નહીં, ભદ્રામાતાના અંતરમાં તે શાલિભદ્ર પ્રતિ અપૂર્વ વાત્સલ્ય રહેલો છે. દુષ્કર તપ વડે તમારી બન્નેની કાયા એટલી બધી કૃષ થઈ ગએલી છે કે સગી જનેતાએ ઓળખ્યા નહીં. આપણે તે આ ઘટનામાંથી સાર એટલું જ લેવાનું છે કે દીક્ષા લીધા પછી બન્નેએ કેવું દુષ્કર તપ કર્યું હશે કે માતાએ પણ એળખ્યા નહીં.