Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 435
________________ શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૪૦૦ તપ સંયમને માર્ગે બન્નેએ પુરુષાર્થ એ આરભી દીધું કે ધનાજ તે માસ ક્ષમણને પારણે માસક્ષમણ કરે છે. શાલિભદ્રજી પણ અતિ દુષ્કર તપ કરે છે ત્યાગ પણ બને કે કર્યો અને તપ પણ કેવું દુષ્કર તપે છે. સાચે વૈરાગ્ય મનમાં હોય તે ચકવતના ષખંડના વૈભવને ત્યાગ પણ સુકર છે અને વૈરાગ્ય મનમાં ન હોય તે ભિખારી જેવાને ભિક્ષા માંગવાના રામપાત્રને પણ ત્યાગ દુષ્કર હોય છે. વીતરાગનાં ઉપાસક વૈરાગ્ય ભાવનાવાળા તે હોવા જ જોઈએ, વૈરાગ્યને દુશ્મન એ વીતરાગ પરમાત્માને ભક્ત કહેવડાવવાને લાયક જ નથી. વૈરાગ અને ત્યાગ વચ્ચે થોડું અંતર રહે છે. છતાં વૈરાગ્ય પ્રગટયા પછી જીવ ત્યાગ ધર્મની રુચીવાળ બની જાય છે અને સર્વથી નહીં તે દેશથી પણ ધીમે ધીમે ત્યાગ-ધર્મમાં આગળ વધતું જાય છે અને પરંપરાએ. વૈરાગ સર્વ ત્યાગને પણ ખેંચી લાવનારું નીવડે છે. શાલિભદ્ર મુનિએ તપ વડે કાયા એવી ગાળી, નાંખી કે સગી જનેતાએ ન ઓળખ્યા દીક્ષા અંગીકાર કરીને બન્ને ભગવાનની સાથે ગ્રામ નુગ્રામ વિચારે છે અને વિચરતા વિચરતા લાંબાગાળા પછી ફરી પાછાં રાજગૃહી નગરીમાં પધારે છે–દુષ્કર તપ કરી કરીને બન્નેએ દેહને સંપૂર્ણ ગાળી નાંખે છે, દેહને ગાળવાની સાથે અંદરના કષાયેને પણ ગાળી નાંખ્યા છે. માસક્ષમાગુનાં પારણાના દિવસે બને ભાગવતની અનુજ્ઞા લઈને રાજગૃહી નગરીમાં ગૌચરીએ પધારે છે. ભગવતે ફરમાવ્યું, આજે શાલિભદ્રની માતાએ વહેરાવેલા આહારથી તમારું

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444