________________
૩૯૫ ].
રસાધિરાજ પાડવા પડે છે? એટલું જ નહીં શાલિભદ્ર જેવા શ્રેષ્ટિની તું બેનડી છે અને બત્રીસ ભેજઈની નણદલડી છે. આવા મહાન પુણ્યશાળી તારા ભાઈ અને બત્રીસ-બત્રીસ ભેજાઈની તું નણંદ. તે તું કહે તે ખરી કે તારે શા માટે રડવું પડે છે, સુંદરી? કાંઈ ખુલાસો કરતે મને ખબર પડે. તારી શેકમાંથી કોઈએ તારું અનાદર કર્યું કે મારા તરફથી તને કાંઈ ઓછું આવી ગયું કે નોકર ચાકરમાંથી કોઈએ તારું વચન ઉથાપ્યું? આમાંનું કઈ કારણ હોય તે કહી બતાવ. હવે આપ વિચારી જુઓ ધન્નાજી પિતે ભરથાર છે પણ કેટલા બધા વિવેકી છે અને પિતાની પત્ની પરત્વેને હૃદયમાં ભાવ કેવો રહેલે છે? આજે તે ઘરમાં કાંઈ અણ બનાવ બન્યા હોય અને પત્ની આખે દિવસ ખૂણામાં બેઠી બેઠી આંખમાંથી ડબ ડબ આંસુ પાડતી હોય છતાં ભાવે ન પૂછે ! કેટલાક માતૃમુખા હોય તે ભાવે ન પૂછે અને ઘરવાળીને આધીન બનેલા હોય તે આરતી ઉતારવામાં લાગી જાય! સંસારમાં આવા કંઈ કંઈ પ્રકારના નાટકે ચાલે છે. કંઈ વાત જ કરવા જેવી નથી છતાં પરસ્પર વિનય-વિવેકભર્યો વ્યવહાર હોય તે ગૃહસ્થાશ્રમે દીપી ઊઠે અને ગૃહકલેશ જ ચાલ્યા કરતું હોય તે ગૃહસ્થાશ્રમે શેને કહેવાય. એક પ્રકારને પાપાશ્રમ કહેવાય.
એ તો કાયર છે તે સંયમ શું લેશે?
હવે સુભદ્રા ખુલાસે કરે છે કે સ્વામિનાથ મને મનમાં ઓછું આવવાના આપે જે કારણે દર્શાવ્યાં તેમાંથી કઈ