________________
૩૩૫ ]
રસાધિરાજ નિમિત્તની અસરને નહીં માનનારાં પણ આ દ્રષ્ટાંત સાંભળીને એકવાર તે જરૂર કાન પકડી જવાના ! કાર્ય સિદ્ધિમાં નિમિત્તની પણ ઘણી જ ઉપયોગિતા છે. એકલાં ઉપાદાન કારણને જ જોર શેરથી મહિમા કરે કંઈ વળવાનું નથી. આખર જિન મંદિરાદિ તે તેમને પણ ગામે ગામ ઉભા કરવા જ પડે છે. શાસ્ત્રોનાં નિમિત્તને પણ તેઓ અવલંબે છે તે પછી નિમિત્તને તદ્દન ગૌણ કરીને એકલાં ઉપાદાનને જ , પક્ષ લેવાને શું અર્થ છે? ઉપાદાન એ ભલે મૂળ કારણ છે. અને નિમિત્ત બાહ્ય કારણ છે. જેમ માટીમાંથી ઘટ બને તેમાં માટી એ મૂળ ઉપાદાન કારણ છે છતા કુંભકારનાં નિમિત્ત વિના કરોડ વર્ષે પણ માટીમાંથી ઘટ નિર્માણ થતું નથી, તેમ જીવ ઉપાદાન કારણ છે અને દેવ-ગુરૂ, જિન પ્રતિમા આગમ એ બધા નિમિત્ત કારણ છે પણ સદ્દગુરૂ કે સતશાસ્ત્રના આલંબન વિના મરૂદેવા માતાના અપવાદ સિવાય કંઈ જીવને ઉદ્ધાર થયાનું સાંભળવામાં નથી અને તે મરૂદેવા માતાનું દ્રષ્ટાંત પણ વેતામ્બર શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે.
દિગમ્બરો તે સ્ત્રી લિગે મુક્તિ માનતા નથી ! માટે નિમિત્ત કારણની પણ સંપૂર્ણ બલવત્તરતા હોય છે. મુનિ દર્શનને પણ કેટલે બધે પ્રભાવ છે તે વાત ઈલાચીનાં દ્રષ્ટાંતે બરાબર સમજાઈ જાય છે. ઈલાચીકુમારે જે દ્રષ્ટિથી મુનિને નિહાળ્યા એજ ખરૂં દ્રષ્ટાપણું છે. સંસારિક પ્રલેશનની દ્રષ્ટિએ ગમે તેટલીવાર મુનિ દર્શન કરવામાં આવે પણ તેથી વાસ્તવિક લાભ થતું નથી. જિનદર્શન કે મુનિદર્શનમાં પણ