________________
૩૫૫ ]
રસાધિરાજ
મહાપુરૂષોની અપેક્ષાએ પિતાની લઘુતા વિચારવી જોઈએ. ક્યાં એ મહાપુરૂષના જ્ઞાનની પ્રભુતાં અને કયાં મારી લઘુતા ! એ મહાપુરૂષો મૃત સમુદ્રને પાર પામી ગએલા હતા. જ્યારે હું તે હજી શ્રત સાગરને કિનારે ઉભે ઉભે શંખલા વીણી રહ્યો છું. સમ્યગજ્ઞાનના ખરાં મોતી હજી મારા હાથમાં આવ્યાં નથી. એ તે મરજીવા થઈને શ્રત સાગરમાં ઝંપલાવે તેના જ હાથમાં આવે. ધન્ય છે તે મહાપુરૂષોને કે તેવા મહાજ્ઞાની હોવા છતાં જ્ઞાનને લેશ પણ ગર્વ કર્યો નથી.
નિંદા એ ક્રિયાનું અજીર્ણ છે, તે ગમે તેટલી ક્રિયા કરતાં હોય પણ બીજાની નિંદામાં ઉતરે એટલે કરેલી કિયા પર પાણી ફરી જાય. પૂ ધર્મદાસ ગણુએ તે તેવા નિંદકને સ્વવિરચિત ઉપદેશમાળા શાસ્ત્રમાં અદિ કલ્યાણકારી કહ્યા છે એટલે તે અદર્શનીય છે. તેનું મોઢું જોવામાં પાપ છે.
જેહને નિંદાની ઢાળ છે, તપ ક્યિા તસ ફેક.
દેવ કિબિપી તે ઉપજે, એહ ફળ પાકા રેક, - નિદાની જે મનુષ્યમાં કુચાલ છે તે મનુષ્યની તકિયા કે ગમે તે ત્યાગ હોય તેય તે ફેક છે.
આ વચન પૂ. ઉપાધ્યાય યશવિજયજી જેવા મહાપુરૂષે ઉચ્ચારેલા છે. પોતાના ધર્માચાર્ય અને ગુણીજનની નિદા કરનારા ભવાંતરમાં કદાચ દેવકને પામે તે અધમ કિબિષિ દેવ નિકાયમાં ઉત્પન્ન થાય છે. જે દેવ નિકાયમાં હલકા દેવ કહેવાય છે. તે દેવેને ઈન્દ્રસભામાં પણ બેસવાને અધિકાર મળતું નથી.