________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૬ર
રાગ ઘટે તે ત્યાગ સફલ કહેવાય
જે હૃદયમાં મમતા જાગૃત છે તે વિષયના એકલા બાહ્ય ત્યાગથી શું? કાંચળી માત્રનાં ત્યાગથી કંઈ સર્ષ નિષિ બની જતું નથી. આ વ્યાખ્યા પૂ. ઉપાધ્યાય શ્રી. યશવિજયજી મહારાજે શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં ફરમાવી છે. જે સાંભળતાં ભલભલાનાં હયાં હાલી જાય તેવી વ્યાખ્યા. ફરમાવી છે. માનવી બાહ્યથી વિષયને અથવા પદાર્થોને ત્યાગ કરે અને અંદરમાં તે તે વિષય પરત્વેની આશક્તિને પષ્યા કરે છે તેવા એકલા બાહો ત્યાગથી કયો અર્થ સરવાને છે ઉપરથી તજે અને અંદરમાં તેની તે વસ્તુને ભજે એમ કરવાથી કેઈ અર્થ સરે નહીં! જેને ત્યાગ કરીએ તેને રાગ છૂટ જોઈએ તે એ ત્યાગ વાસ્તવિક ત્યાગ કહેવાય અને તે ત્યાગ પરંપરાએ આત્માને રીતરાગ બનાવે. આ તે આઠ મહિના ભાજીપાલવ ન ખાય અને જેવું કાર્તિક પૂર્ણિમા પછી છૂટું થાય ત્યાં હાશ હવે પાંદડું છૂટું થયું એટલે પછી ભાજી-પાલવ અને પાંદડા પર જાણે તૂટી જ પડે. અરે ! ભાઈ તે આઠ મહિના જે ચીજને ત્યાગ રાખ્યો તે પ્રતિને રાગ જરાએ ઘટે નહીં. ઠીક છે કે તું એમ કહી શકે જે વસ્તુ આઠ મહિના અભક્ષ્ય હતી તે હવેથી ચાર મહિના માટે શક્ય બને છે. તે વસ્તુનું સેવન કરવું હોય તે હવેથી થઈ શકે. આવી. રીતે સહજ સ્વભાવે ઘટના કરવી હોય તે કરી શકાય. જેને ત્યાગ કરીને તેની આસક્તિ તે ઓછી થવી જોઈએ તે એ ત્યાગ અત્યંત ફળદાયક નિવડે.