________________
૩૯૧ ]
રસાધિરાજ શાલિભદ્ર સાતમે મજલે પોતાના ભુવનમાં સિધાવી ગયા અને રાજા શ્રેણિક પિતાના મંદિરે આવી પહોંચ્યા. મહેલમાં પહોંચ્યા પછી શાલિભદ્ર મનમાં ઊંડાણથી ચિંતવના એવી કરે છે કે શ્રી જિનેશ્વર ભગવતેએ પ્રવર્તાવેલા મોક્ષ માર્ગને હું આદરું અને મેહમાયાને સંપૂર્ણપણે ત્યાગ કરું, ગજરથ, ઘેડા–પાલખી વગેરે વૈભવને પણ હવે હું ત્રિવિધે છોડી દઉં, માતા-પિતા, ભાઈ વગેરે સંસારમાં સંસારિક સંબંધે જે છે તે બધી એક પ્રકારની આળપંપાળા છે અને જે સંબંધીઓ સંસારમાં છે તે બધા અંતે સ્વાર્થના સગાં છે. સંસારમાં સ્વાર્થ સિવાય સગાઈ છે નહીં.
સાતમા માળ ઉપર પિતાના ભવનમાં ગયા પછી શાલિભદ્રના અંતરમાં આ રીતની સમ્યગ્ર વિચારણા પ્રગટો અને તે પછી દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે શાલિભદ્રની આવી ઉત્કટ વૈરાગ્ય ભાવના જોઈને તેની માતા અને બત્રીસે સ્ત્રીઓ મનમાં ખૂબ ઉચ્ચાટ કરે છે. હંસ વિના શ્યા સરવરિયા, પિયુ વિના શ્યા મદિરિયા
મોહ વશ થકાજી, ઉચ્ચાટ એમ કરે ઘણજી.
સરવરિયા સાક્ષાત્ ભલે માન સરોવર જેવા હોય પણ તેના કિનારે જે હંસલા ન વિહરતા હોય તે તે શેભાને . પામે નહીં જેવા હંસ વિનાનાં સરોવરિયાં તેવા જ પિયુ વિનાના મંદિરિયા ગમે તેવી મહેલાતે હોય પણ પ્રીતમ વિના તેની શોભા શી રહે? બસ આવી રીતે ઘરમાં બધા