________________
:૩૮૯ ]
રસાધિરાજ જાય છે. હવે કેવા વિષમ વાતાવરણ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ થેડીક એની મનમાં કલ્પના કરી લેજે. તમારી માથે આજે સ્વામી કેટલા છે તેની પણ જરા કલ્પના કરી લેજે. નહીં નહીં ને નવ નવ્વાણુ સૂબા તમારી માથે રાજ કરતા હશે ? છતાં તમે પ્રતિબંધને પામે નહીં, આ શું કહેવાય? અને શાલિભદ્ર સ્વામી શબ્દ સાંભળીને તે જાણે ચંકી ઊઠયા. હવે કેવા હળુકમી આત્મા હશે? અને તમે તે વળી તેવા કોઈ સત્તાધીશ ઘર આંગણે આવી ચડે તે તેના સ્વાગતમાંયે હજારો ખચી નાંખો અને ઉપરથી પાછા હર્ષ વ્યક્ત કરે કે આજે આપણે ત્યાં મેટા મેટા અમલદારે પધાર્યા હતા. હવે આમાં પ્રતિબંધ પામવાની વાત કયાં રહી? સ્વાગતમાં હજારો-લાખની ઊઠી ગઈ હેય અને ઉપરથી પાછા હર્ષ વ્યક્ત કરે! જ્યારે શાલિભદ્રના આંગણે શ્રેણિક સામેથી આવ્યા છતાં શાલિભદ્ર પ્રતિબંધને પામ્યા જ્યાં આજના મનુષ્ય અભિમાન પિષે છે ત્યાં શાલિભદ્ર સમ્યકજ્ઞાન પામી ગયા.
રાજા શ્રેણિકને પરિચય મલ્યા પછી શાલિભદ્ર તરત જ નીચે આવ્યા અને શ્રેણિક રાજા શાલિભદ્રનું અદ્ભુત લાવણ્યયુક્ત કંચન જેવું શરીર જેને અત્યંત પ્રસન્નતાને પામ્યા. શાલિભદ્રને શરીરના અંગે પાંગ એટલા બધાં શેભા યમાન હતાં કે શાલિભદ્ર પ્રતિ મહારાજા શ્રેણિકને ઘણેજ મનમાં હેત ઉત્પન્ન થયેલ અને શાલિભદ્રને શ્રેણિક રાજાએ મેળામાં બેસાડીને અને વાત્સલ્યભાવ દર્શાવ્યું.