________________
શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગ્ય [ ૩૬૪
અહી પૂરુ ખાવાય મળતુ નથી અને સાધુપણામાં તા લોકો માદક વહેારાવે છે. આવા ભાત્રથી દીક્ષા લેવાય તે દુઃખગભિ ત વૈરાગ્ય કહેવાય. દુઃખગર્ભિત વૈરાગ્યથી કેટલાક દિક્ષા અંગીકાર કરે છે પણ પાછળથી દુઃખગર્ભિત વૈરાગ્ય જો જ્ઞાનગર્ભિતમાં પલટાઈ જાય તેા આત્માનુ જરૂર હિત સધાઈ જાય, પણ તેવુ કોઈક જ માટે અને છે. બાકી ઘરનું દુઃખમય વાતાવરણ જોઈને દિક્ષા લીધી હોય અને પાછળથી સાંભળે કે હવે તે મારા કુટુ બી પાસે કરોડો રૂપીયા થઈ ગયા છે એટલે દિક્ષા છેડીને ફ્રી પાછા ઘરભેગા થઈ જાય. દુ:ખગર્ભિત વૈરાગ્યના આ કરુણમાં કરુણ અંજામ કહેવાય. દુ:ખની અસારતા સમજમાં આવવી ઘણી સહેલી છે, પણ સ’સારના પૌલિક સુખાની અસારતા ન સમજાય ત્યાં સુધી વૈરાગ્ય કાચુ' જ રહેવાનું. દુ:ખ કરતાં પણ પૌદગલિક સુખ આત્મા માટે ખતરનાક છે. આટલી સમજમાં જ જ્ઞાનર્માત વૈરાગ્યનું બીજ રહેલુ છે. સુખ ભયંકર એટલા માટે છે કે ભોગવવાના સમયે સુખ તા ક્ષણ પૂરતું જ હોય છે પણ પાછળથી દુઃખ અનંત કાળ સુધી ભાગવવુ પડે છે. એક નામનું સુખ ભોગવવા જતાં અન'ત દુઃખ લલાટે લખાઈ જાય છે. આસકિતપૂર્વક ભાગવાતા વૈયિક સુખેને જ્ઞાનીએએ પરિણામે અતિ દારુણુ કહ્યા છે, જીવની દૃષ્ટિ સીફ્ વમાન ઉપર છે એટલે જીવ તેવા કૃત્રિમ વૈષયિક સુખામાં સુખ માની એક છે. દૃષ્ટિને જરાક આગળ લખાવે તે સુખ પરથી જીવનું મન ઉભગી ગયા વિના રહે જ નહી.