________________
૩૭૧ ]
રસાધિરાજ આખર તે એ દ્રવ્ય પ્રજાનું જ છે. તે પછી એ દ્રવ્ય મારા પિતાના અંગત ભેગપભેગાદિના માર્ગે મારાથી વાપરી કેમ શકાય? પરમાર્થનાં કાર્યોમાં જ વાપરી શકાય. પોતાની પટરાણી માટે રત્નકંબલ ખરીદવાની વાત એ તે અંગત સ્વાર્થની વાત થઈ ગઈ. રત્નકંબલ ખરીદવી હતી તે પિતાની માલિકીના દ્રવ્યથી શ્રેણિક મહારાજા ખરીદી શકતા હતા, છતાં શ્રેણિક મારાજાને દ્રવ્યને ઘણું જ વધારે પડતા વ્યય થતું હોવાથી રત્નકંબલ ખરીદવાની ઈચ્છા ન થઈ એટલે તેમણે વણઝારાઓને રત્નકંબલ ખરીદવા અંગેની સાફ શબ્દોમાં ના પાડી દીધી. વણઝારા હવે તે બિલકુલ નિરાશ થઈ ગયા હતા રાજદરબારે હાથી ખરીદાયે નહીં. હવે બીજે તેની ખરીદી ક્યાંથી થઈ શકવાની છે? મહારાણી ચેલણાની ઇચ્છા હોવા છતાં શ્રેણિક રાજા રત્નકંબલનું એકાદ નંગ પણ ખરીદી શક્યા નહીં ત્યાં હવે સોળે સોળ નંગ તે રાજગૃહી જેવી નગરીમાં પણ વેચાવવાની વાત જ ક્યાં રહી? બત્રીસે પુત્ર વધુઓ પર ભદ્રા શેઠાણીની સમદષ્ટિ
વણઝારા સીધા રાજગૃહીના ભરબજારમાં આવ્યા અને વ્યાપારીઓને પૂછવા લાગ્યા કે ભાઈ રાજ દરબારે અમે જઈ આવ્યા. અમારા માલની જરી પણ ત્યાં ખપત થઈ નહીં. હવે રાજગૃહી નગરીમાં રત્નકંબલે કઈ ખરીદી શકે તેવા હેય તે અમને કહે.
પૂછે ગામને ચેતરે, લેક મલ્યા વિધ વિધ પરે, જઈ પૂછળ, શાલીભદ્રના મંદિરે