________________
૩૭૫ ]
રસાધિરાજ છે અને એક એકનાં મન કેટલાં નિર્મળ છે. પિતાની પુત્રવધૂઓ હોવા છતાં માતાજી તેમના પ્રતિ કેટલે વાત્સલ્યભાવ રાખે છે! પુત્રવધૂઓને પુત્રી તુલ્ય સમજીને તેમનાં પ્રતિ
આ ઉચ્ચ વ્યવહાર રાખવામાં આવે તે પુત્રવધૂઓને પણ પિતાના સાસુ પ્રતિ હૃદયમાં કે પૂજ્યભાવ પ્રગટે અને આ પરસ્પરને શુદ્ધ વહેવાર હોય ત્યાં ગૃહસ્થાશ્રમમાં પણ શાન્તિ અપૂર્વ રહે. ઘરના વાતાવરણમાં શાન્તિ હોય તે સામાયિક પ્રતિક્રમણદિની ધર્મ ક્રિયાઓમાં પણ અનેરો આનંદ આવે. ઘરમાં દરરોજ કંકાશ ચાલતું હોય ત્યાં ધર્મક્રિયામાં મન શું લાગે? પછી તે ધર્મકિયા કરતા હોય તોયે મનમાં નબળા વિચારો આવ્યા કરે. માટે ઘરના વડીલોએ દિલ દરિયાવ રાખવાં જોઈએ અને ઘરમાં નાના કહેવાતાઓએ વડીલે પ્રતિ સંપૂર્ણ પૂજ્યભાવ દર્શાવવો જોઈએ, પેલા વણઝારા અપૂર્વ પ્રેરણા લઈને શાલિભદ્રના મંદિરેથી વિદાય થયા અને આખા રસ્તે શાલિભદ્રના વૈભવની અને ભદ્રા શેઠાણીની ઉદારતાની પ્રશંસા કરતાં કરતાં સ્વદેશે પહોંચી ગયાં.
શાલિભદ્રને દેવતાઈ વૈભવ હવે આ બાજુ ઘટના એવી બને છે કે શાલિભદ્રની બત્રીસે વહુઓએ ફક્ત એક જ દિવસ રત્નકંબલે શરીર પર ધારણ કરીને બીજે દિવસે સવારમાં પાછળના રસ્તા પર ફેંકી દીધી. કારણ કે શાલિભદ્રને ત્યાં દેવલેકમાંથી દરરેજ નવ્વાણું પેટીઓ ઊતરતી હોવાથી તેમના શરીર પર અને તેમની બત્રીસે સ્ત્રીઓના શરીર પર જે વસ્ત્ર અને આભૂષણદિ આજે