________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૨ શ્રેણિક રાજાને સ્નાન-વિધિ કરાવે છે. તે કાળને આ પણ એક પ્રકારને શિષ્ટાચાર હતે. ઘરે કે ઈ મેંઘેરા મહેમાન પધારે ત્યારે સ્નાન-વિધિ પહેલી કરાવતા. સ્નાન-વિધિના સમયે શ્રેણિકના હાથની અંગુલિમાંથી મુદ્રિકા નીચે પડી ગઈ. અને તે પાણીના પ્રવાહમાં તણાઈને ખાળ કૂવામાં ચાલી ગઈ. શ્રેણિક રાજા શરીર પુછી કારવીને કિંમતી વસ્ત્રો શરીર પર ધારણ કરીને સિંહાસન પર બિરાજમાન થયા હશે આંગળીઓ તરફ સહજ નજર કરી ત્યાં એક આંગળી મુદ્રિકા વિહિન દેખાણી. તરત જ ભદ્રા શેઠાણીને ખબર પડી એટલે સ્નાન-ગૃહનાં નીચેના ખાળ કૂવામાંથી બે મોટા થાળ ભરીને અલંકારાદિ શ્રેણિક મહારાજાની સમક્ષ હાજર કર્યા.
રાય શ્રેણિકની મુદ્રિકા, ખોવાઈ ખેળ કરે છકા માય ભદ્રા છે, થાળ ભરી તવ લાવીયાજી.
થાળમાં ઘણાં બધાં અને વિધ વિધ પ્રકારનાં આભૂષણ હતાં. એક બાજુના ભાગમાં શ્રેણિક રાજાએ પિતાની મુદ્રિકા પડેલી જોઈ. બીજા આભૂષણની અપેક્ષાએ ઘણી ઝાંખી લાગતી હતી. રાજાએ ભદ્રા શેઠાણને કહ્યું, આ મુદ્રિકા પર મારું નામ હોવાથી મારી પિતાની છે. માતાજી એ આ બધું આપનું જ છે. આપ ખુશીથી આપની મુદ્રિકા લઈ લે અને જોઈએ તે વળી આવા થાળનાં થાળ ભરી લાવું ? આ ખાળ કુવે આવા કિમતી અલંકારોથી ભર્યો પડે છે. તેનું કારણ એ હતું કે આજે જે અલંકારે શાલિભદ્ર અને શાલિભદ્રની સ્ત્રીઓનાં શરીર પર ચડ્યાં હોય તે બીજે